રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (12:19 IST)

શંકર ચૌધરી પાસેથી રુપિયા લઈને અલ્પેશ ભાજપના સંપર્ક હોવાનો ઠાકોરસેનાના પ્રમુખનો આરોપ

ઠાકોરસેનાને અન્યાય થઇ રહ્યો છે તેવુ બહાનુ ધરી કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રાજકીય દાવ હવે ઉંધો પડયો છે. ખુદ ઠાકોર સેના જ અલ્પેશ ઠાકોરની સામે મેદાને પડી છે. ચાણસ્મા, મહેસાણા અને બનાસકાંઠામાં ઠાકોર સેનાના સભ્યો અલ્પેશ ઠાકોરથી છેડો ફાડી રહ્યાં છે.
રાધનપુરના ઠાકોર આગેવાન અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતાં ગોવિંદજી ઠાકોરે જ જણાવ્યુકે,ઠાકોર સેના કોંગ્રેસના સમર્થનમાં છે. પાટણના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને જીતાડવા ઠાકોરસેનાએ જ અપીલ કરી છે. બીજી બાજુ, પાટણમાં એક હોટલમાં ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી જેમાં કોઇપણ પક્ષને ટેકો નહી આપવા નિર્ણય લેવાયો છે તેમ જીભાજી ઠાકોરે જણાવ્યુ છે.
મહેસાણામા ઠાકોરસેનાના પ્રમુખ રામજી ઠાકોરે એવો આરોપ મૂક્યો છેકે, અલ્પેશ ઠાકોરે ઠાકોરસેના સાથે જ ગદ્દારી કરીછે પરિણામે ઠાકોર સેના અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડયો છે. અલ્પેશે ઠાકોર સમાજને કશુ જ આપ્યુ નથી. તે ભાજપના નેતાઓના સંપર્કમાં છે.અંગત સ્વાર્થ વિના તેણે કશુ જ કર્યુ નથી. કોઇને પૂછ્યા વિના તેણે નિર્ણય કર્યો છે.
ઠાકોર યુવાઓએ એવા આક્ષેપ કર્યાંકે,અલ્પેશ ઠાકોર ભાજપને જીતાડવા ેશંકર ચૌધરી પાસેથી રુપિયા લીધાછે. મહેસાણામાં તો અલ્પેશ ઠાકોર વિરુધ્ધ કાર્યક્રમ ઘડવા તૈયારી થઇ રહીછે. બનાસકાંઠામાં ય અલ્પેશ ઠાકોર વિરુધ્ધ ઠાકોરસેનાના કાર્યકરો રોષે ભરાયાં છે. આમ, ઠાકોરસેના જ હવે અલ્પેશ ઠાકોર સામે મેદાને પડી છે.