પૈફ્લેટ વિવાદ - અરવિંદ કેજરીવાલ અને આતિશીને ગૌતમ ગંભીરે માનહિની નોટિસ મોકલી
દિલ્હીની સાત લોકસભા સીટો પર થનારા મતદાનના ઠીક ત્રણ દિવસ પહેલા પૂર્વી દિલ્હીથી આમ આદમી પાર્ટી (AAP) ની ઉમેદવાર આતિશીએ ભાજપા ઉમેદવાર ગૌતમ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્ટી મુખ્યાલયમાં પોતાના વિરુદ્ધ પૈફ્લેટ વહેંચાડવાનો ગૌતમ ગંભીર પર આરોપ લગાવાતા તેઓ પ્રેસવાર્તા દરમિયાન રડી પડી. તેમનો આરોપ હતો કે ગૌતમ ગંભીર અને ભાજપા નેતાઓએ ક્ષેત્રમાં તેમના વિરુદ્ધ આપત્તિજનક પરબીડિયા વહેંચ્યા. આ આરોપ હેઠળ પૂર્વી દિલ્હી લોકસભા સીટ પરતેહે ભાજપાના ઉમેદવાર ગૌતમ ગંભીરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP ઉમેદવાર આતિશિને માનહાનિ નોટોસ મોકલી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આતિશિઈએ કહ્યુ હતુ કે ભાજપા સત્તાની લાલચમાં આટલી હલકી રાજનીતિ પર ઉતરી આવી છે. હુ પોલિટિક્સમાં આવવા બદલ તેમનુ સ્વાગત કર્યુ હતુ પણ ખબર નહોતી કે તેઓ આ હદ સુધી જઈ શકે છે. આતિશીએ કહ્યુ કે મારા ચરિત્ર પર ગંદા આરોપ લગાવાયા છે. મારા પરિવારને લઈને મારા મારા માતા પિતા અને મારા પતિને લઈને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમનો આરોપ હતો કે જો તેઓ મહિલાઓનુ સન્માન નથી કરી શકતા તો પૂર્વી દિલ્હીની મહિલાઓની સુરક્ષા માટે શુ કરશે. હુ તો એક ભણેલી અને સશક્ત મહિલા છુ. જો તેઓ મારા વિરુદ્ધ આ રીતે પેમ્પલેટ વહેંચી શકે છે તો ક્ષેત્રની મહિલાઓ માટે શુ કરશે.
ગંભીરે પોતાના પર લાગેલા આરોપો ફગાવતા કહ્યું હતું કે, મારી 2 બાળકીઓ છે અને હું એક મહિલાની ખુબ જ ઇજ્જત કરુ છું. મે મારુ સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે. આ હદ સુધી કોઇ ઉતરી શકે છે, મને શરમ આવે છે કે તેઓ મારા રાજ્યનાં મુખ્યમંત્રી છે. મને ખબર હોત તો હું છોડીને જતો રહ્યો હોત. ગંભીરે ઉમેર્યું હતું કે, હું તેમના પર માનહાનીનો ગુનો દાખલ કરીશ.
ગંભીરે કહ્યું હતું કે, જો તેમની પાસે પુરાવા હોય તો હું તત્કાલ રાજીનામું આપીશ અને જો તેઓ 23 મે સુધી પુરાવા રજુ કરે તો હું તે જ દિવસે રાજીનામું ધરી દઇશ. જો અરવિંદ કેજરીવાલ પુરાવા રજુ ન કરી શકે તો તેઓ મારો પડકાર સ્વિકારે અને હંમેશા માટે રાજકારણ જ છોડી દે. નોટિસમાં આ ત્રણેય આપ નેતાઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ ગૌતમ ગંભીર પર લગાવવામાં આવેલા આરોપો પાછા ખેંચે અથવા બિનશરતી માફી માંગે. આતિશીના આરોપો બાદ ગૌતમ ગંભીરે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, જો તેના વિરૂદ્ધ આ આરોપો સાચા સાબિત થાય તો તે લોકસભાની ચૂંટણી જ નહીં લડે.
કેજરીવાલની નિંદા કરતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ દિલ્હીના ઉમેદવાર ગૌતમ ગંભીરે કહ્યું કે, હું એક મહિલા, તેઓ પણ પોતાનાં સહયોગીઓનાં અપમાન કરવાનાં અરવિંદ કેજરીવાલનાં કૃત્યની નિંદા કરૂ છું. આ બધુ જ માત્ર એક ચૂંટણી માટે? હું શરમ અનુભવુ છું કે કેજરીવાલ જેવા મુખ્યમંત્રી અમારા રાજ્યના મુખ્યમંત્રી છે.