બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 7 માર્ચ 2018 (11:13 IST)

ફોર્બ્સ લિસ્ટ - બિલ ગેટ્સને પછાડી દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા અમેજનના જેફ બેજોસ

ફોર્બ્સની વાર્ષિક અરબપતિઓની યાદીમાં આ વર્ષે ઈ-કોમર્સ કંપની અમેજન સંસ્થાપક જેફ બેજોસે માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સનો દુનિયાનો સૌથી શ્રીમંત હોવાનો તાજ છીનવી લીધો છે. ફોર્બ્સ લિસ્ટમાં 112 અરબ ડોલર (લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા) મૂલ્યની સંપત્તિ સાથે જેફ બેજોસ દુનિયાના સૌથી મોટા શ્રીમંત બની ગયા છે. આ સાથે જ જેફ 100 અરબ ડોલરથી વધુ સંપત્તિ સાથે જેફ બેજોસ સૌથી મોટા અરબપતિ બની ગયા છે. 
 
માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને સામાજીક કાર્યો માટે જાણીતા બિલ ગેટ્સને વર્ષો પછી પહેલીવાર બીજા સ્થાનથી સંતોષ કરવો પડ્યો છે.  ફોર્બ્સની નવીનતમ યાદીમાં ગેટ્સની કુલ સંપત્તિ 90 અરબ ડોલર આંકવામાં આવી છે.  બીજી બાજુ ભારતના સૌથી મોટા ધનકુબેર અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ અંબાણી 40.1 અરબ ડોલર (લગભગ 2.61 લાખ કરોડ રૂપિયા) સંપત્તિ સાથે એક પગથિયુ ચઢીને 19માં સ્થાન પર રહ્યા છે. ગયા વર્ષે તો 20માં સ્થાન પર હતા અને તેમની સંપત્તિમાં લગભગ આઠ અરબ ડોલરનો વધારો થયો છે. 
 
ફોર્બ્સ મુજબ આ વર્ષે ઈન્વેસ્ટમેંટ ગુરૂ વારેન બફેટ (84 અરબ ડોલર) ત્રીજા, બર્નાડ અર્નાલ્ટ (72 અરબ ડોલર) સાથે અને ફેસબુકના સંસ્થાપક માર્ક જુકરબર્ગ (71 અબર ડોલર) સાથે પાંચમા સ્થાન પર રહ્યા. દુનિયાના ટોચના 100 ધનકુબેરોની યાદીમાં દેશના અન્ય દિગ્ગજોમાં હિંદુજા પરિવાર, અજીમ પ્રેમજી (વિપ્રો), લક્ષ્મી નિવાસ મિત્તલ(આર્સેલરમિત્તલ), શિવ નાડર(એચસીએલ), દિલીપ સંઘવી (સનફાર્મા), ઉદય કોટક (કોટક મહિન્દ્રા બેંક), રાધાકિશન  દમાની, સાયરસ પૂનાવાલા(સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા), સુનીલ મિત્તલ અને પરિવાર(ભારતી એયરટેલ) અને આચાર્ય બાલકૃષ્ણ(પતંજલિ)નો સમાવેશ છે. ફોર્બ્સની યાદીમાં ટોચ 10માં કોઈ મહિલા નથી. અમેરિકી રિટેલ ચેન વાલમાર્ટની ઉત્તરાધિકારી એલિસ વાલ્ટન 16માં સ્થાન સાથે પ્રથમ મહિલા છે.