રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 માર્ચ 2020 (10:24 IST)

2012 Delhi gang rape : જાણો કોણ હતા નિર્ભયાના દોષી

ગુરૂવારે મોડી રાત અને શુક્રવારે વહેલી સવારના કાયદાકીય જંગમાં પરાજય બાદ નિર્ભયા ગૅંગરેપ કેસના ચારેય ગુનેગારોને સવારે 5.30 કલાકે ફાંસી આપી દેવામાં આવી છે. નિર્ભયાનાં માતાએ આ ચુકાદાને આવકાર્યો છે અને તેમણે કહ્યું કે મોડે-મોડે મને ન્યાય મળ્યો તે બદલ હું ન્યાયતંત્ર, તમામ સરકારો તથા રાષ્ટ્રપતિનો આભાર માનું છું.
 
રામ સિંહ - તિહાર જેલમાં આત્મહત્યા કરનાર રામસિંહના મૃતદેહને દીન દયાળ હૉસ્પિટલ લઈ જવાયો તે સમયની તસવીર એ દોષીઓ પૈકીના રામ સિંહને આ ઘટનામાં મુખ્ય ગુનેગાર ગણાવવામાં આવ્યો હતો. માર્ચ-2013માં તિહાર જેલમાંથી રામ સિંહની લાશ મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ, રામ સિંહે ખુદ ગળાફાંસો ખાધો હતો, પરંતુ બચાવ પક્ષના વકીલો તથા રામ સિંહના પરિવારે આક્ષેપ કર્યો હતો કે રામ સિંહની હત્યા કરવામાં આવી હતી.
 
બસ ડ્રાઇવર રામ સિંહનું ઘર દક્ષિણ દિલ્હીની રવિદાસ ઝુગ્ગી ઝોંપડી કૉલોનીમાં હતું. જે બસમાં 16 ડિસેમ્બર, 2012ના રોજ નિર્ભયા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો એ બસના ડ્રાઇવર રામ સિંહ હતો. ભયાનક આંતરિક ઈજાને કારણે નિર્ભયાનું ઘટનાના થોડા દિવસમાં સિંગાપોરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પાડોશીઓનું કહેવું છે કે દારૂ પીવો અને ઝઘડા કરવા એ રામ સિંહ માટે સામાન્ય વાત હતી. રામ સિંહનો પરિવાર લગભગ 20 વર્ષ પહેલાં રાજસ્થાનના એક ગામડેથી દિલ્હી આવ્યો હતો. પાંચ ભાઈઓમાં રામ સિંહનો ક્રમ ત્રીજો હતો.તેને ભણવા માટે શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો, પણ તેણે પ્રાથમિક શાળાના સ્તરે જ ભણવાનું છોડી દીધું હતું. નિર્ભયા ગેંગરેપમાં રામ સિંહની ધરપકડ સૌથી પહેલાં કરવામાં આવી હતી.
 
મુકેશ સિંહ - મુકેશ સિંહ અને રામ સિંહ સગાભાઈઓ હતા. મુકેશ રામ સિંહથી નાનો હતો. એ રામ સિંહ સાથે જ રહેતો હતો અને ક્યારેક બસ ડ્રાઇવર તરીકે અથવા ક્લીનર તરીકે કામ કરતો હતો. મુકેશ સિંહને નિર્ભયા તથા તેમના મિત્રને લોખંડના સળિયાથી પીટવા બદલ દોષી ગણવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર કાયદાકી તેમણે એ આરોપનો સતત ઇન્કાર કર્યો છે. કેસની ટ્રાયલ દરમ્યાન મુકેશ સિંહે કહ્યું હતું કે ઘટનાની રાતે એ બસ ચલાવી રહ્યો હતો, જ્યારે બાકીના ચાર લોકોએ યુવતી પર બળાત્કાર કર્યો હતો અને યુવતીના દોસ્તને માર માર્યો હતો. અલબત, અદાલતે મુકેશ સિંહને પણ દોષી ગણ્યો હતો અને બાકીનાઓ સાથે તેને પણ ફાંસીની સજા ફરમાવી હતી.
 
વિનય શર્મા - અંદાજે 26 વર્ષની વયના વિનય શર્મા એક જિમ્નેસિયમમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતો હતો. રામ સિંહની માફક વિનય પણ રવિદાસ ઝુગ્ગી ઝોપડી કૉલોનીમાં જ રહેતો હતો. દોષી સાબિત થયેલાઓમાં એકમાત્ર વિનયે જ સ્કૂલ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને એ થોડું-ઘણું અંગ્રેજી પણ બોલી શકતો હતો. વિનય શર્માએ 2013ના ઉનાળામાં કૉલેજ-અભ્યાસના પ્રથમ વર્ષની પરીક્ષા આપવા એક મહિનાના જામીનની અરજી કરી હતી, પણ તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. અદાલતમાં ટ્રાયલ દરમ્યાન વિનય શર્માએ દાવો કર્યો હતો કે ઘટના બની ત્યારે એ બસમાં ન હતો અને પોતે એક અન્ય ગુનેગાર પવન ગુપ્તા સાથે સંગીતનો કાર્યક્રમ જોવા ગયો હતો.
 
 
અક્ષય ઠાકુર - 34 વર્ષની વયના બસહેલ્પર અક્ષય ઠાકુર બિહારનો હતો. ઘટનાના પાંચ દિવસ પછી 21 ડિસેમ્બર, 2012ના રોજ અક્ષયની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અક્ષય ઠાકુર પર બળાત્કાર, હત્યા અને અપહરણ ઉપરાંત ઘટનાના પુરાવાનો નાશ કરવાના પ્રયાસનો ગુનો સાબિત થયો હતો. 
2012માં જ બિહારથી દિલ્હી આવેલા અક્ષયે પણ વિનયની માફક બસમાં હાજર હોવાનો ઇન્કાર કર્યો હતો.
 
પવન ગુપ્તા -  ફળોના વેપારી 25 વર્ષના પવન ગુપ્તાએ પણ તેના બાકી સાથીઓની માફક દાવો કર્યો હતો કે બળાત્કારના સમયે એ બસમાં હતો જ નહીં અને વિનય શર્મા સાથે સંગીતના એક કાર્યક્રમમાં ગયો હતો. અદાલતમાં સાક્ષી તરીકે ઉપસ્થિત થયેલા પવનના પિતા હીરાલાલે કહ્યું હતું કે તેમનો દીકરો નિર્દોષ છે અને તેને આ કેસમાં 'ફસાવવામાં' આવ્યો છે. હીરાલાલનું કહેવું હતું કે ઘટનાના દિવસે પવન શર્મા બપોરે દુકાન બંધ કરીને ઘરે ચાલ્યો ગયો હતો.એ પછી દારૂ પી, ભોજન લઈને અને બાજુના પાર્કમાં સંગીતના એક કાર્યક્રમમાં ગયો હતો. હીરાલાલે એવું પણ કહ્યું હતું કે તેઓ તેમના એક સગા સાથે જઈને પવનને પાર્કમાંથી ઘરે લાવ્યા હતા.
 
સગીર વયનો દોષી
આ કેસનો છઠ્ઠા ગુનેગાર ઘટનાના સમયે 17 વર્ષનો હતો, એટલે તેના પર સગીર તરીકે કેસ ચલાવવામાં આવ્યો હતો. સગીર વયના એ આરોપી 31 ઑગસ્ટ, 2013ના રોજ બળાત્કાર અને હત્યા માટે દોષી પુરવાર થયો હતો. તેને બાળસુધારગૃહમાં ત્રણ વર્ષની સજા કરવામાં આવી હતી. ભારતીય કાયદા અનુસાર, સગીર વયના કોઈ ગુનેગારને કરવામાં આવેલી આ સૌથી લાંબી સજા છે. સગીર વયના દોષી મૂળતઃ ઉત્તર પ્રદેશના એક ગામનો હતો અને 11 વર્ષની વયે દિલ્હી આવ્યો હતો. કાયદા અનુસાર તેનું નામ જાહેર કરવા પર પ્રતિબંધ છે.
 
સગીર વયના દોષીનાં માતાએ બી.બી.સી.ને જણાવ્યું હતું કે તેમનો દીકરો દિલ્હી જવા બસમાં એ બેઠો, ત્યારે તેની સાથે તેમની છેલ્લીવાર વાત થઈ હતી.
સગીર વયના દોષીનાં માતાએ કહ્યું હતું કે તેમના દીકરાને બળાત્કારના મામલામાં પકડવામાં આવ્યો હોવાનું ડિસેમ્બર-2012માં પોલીસે તેમના ઘરે આવીને જણાવ્યું ત્યાં સુધી તેઓ એવું માનતાં હતાં કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો છે.
 
સગીર વયના દોષીના પરિવારનો સમાવેશ ગામના સૌથી વધુ ગરીબ પરિવારોમાં થાય છે. તેના પિતા માનસિક રીતે અસ્વસ્થ છે