સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (15:37 IST)

Video: વરઘોડાને બદલે નનામી નીકળી

ઉદયપુરમાં થયેલા અકસ્માતમાં વરરાજાનું દર્દનાક મોત થયું છે. યુવકના 7 દિવસ પછી જ લગ્ન થવાના હતા. દુર્ઘટના ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર આવેલા બોરીકુંઆં-ગોજ્યા ગામ પાસેની છે. મંગળવારે ઘરે માંગલિક કાર્યક્રમમાં દુલ્હો ડીજેના તાલે મિત્રો સાથે નાચી રહ્યો હતો. ત્યારે જ ઘરની સામે હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું.
 
દુલ્હો વિનોદ મેઘવાલ (25) ટેન્કરમાં ફસાયેલા ડ્રાઈવર અને તેના સહાયકની મદદ માટે દોડ્યો. વિનોદ બંનેને કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી ફુલ સ્પીડમાં આવતા ટ્રકે તેને હડફેટે લઈ લીધો અને ચગદી નાખ્યો. વિનોદના ચીથડાં રસ્તા પર ફેલાય ગયા. રુંવાડા ઊભો કરનારી આ ઘટનાનો વીડિયો બુધવારે સામે આવ્યો.