મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (14:29 IST)

કાબુલમાં યૂક્રેનનુ વિમાન હાઈજેક, ઈરાન લઈ જવામાં આવ્યુ - રિપોર્ટ

અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં યૂક્રેનનુ નિકાસી વિમાન (Evacuation plane)ને હાઈજેક કરવામાં આવ્યુ છે. રિપોર્ટ મુજબ વિમાનનો રસ્તો બદલીને તેને ઈરાન લઈ જવામાં આવ્યુ. યુક્રેનના નાયબ વિદેશ મંત્રી યેવગેની યેનિને મંગળવારે આ માહિતી આપી. મંત્રીએ કહ્યું, 'ગયા રવિવારે અમારા વિમાનને કેટલાક લોકોએ હાઇજેક કર્યું હતું. મંગળવારે આ વિમાન અમારી પાસેથી ગાયબ થઈ ગયું હતું. યુક્રેનિયનોને એરલિફ્ટ કરવાને બદલે વિમાનમાં સવાર કેટલાક લોકો તેને ઈરાન લઈ ગયા. અમારા અન્ય ત્રણ એરલિફ્ટ પ્રયાસો સફળ ન થયા કારણ કે અમારા માણસો એરપોર્ટ સુધી પહોંચી શક્યા ન હતા.
 
યુક્રેનના નાયબ વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર હાઈજેકર્સ સશસ્ત્ર હતા. જો કે, મંત્રીએ આ વાતની માહિતી ન આપી કે વિમાનને શું થયું અથવા કિવ વિમાનને પરત લાવવાનો પ્રયાસ કરશે.  ઉપરાંત, યુક્રેનિયન નાગરિકો કાબુલથી કેવી રીતે પાછા આવ્યા અને શુ કિવ (Kiev) દ્વારા મુસાફરોને પરત લાવવા માટે બીજું વિમાન મોકલવામાં આવ્યું હતું. આ કેટલાક પ્રશ્નો છે જેના વિશે મંત્રીએ કોઈ માહિતી આપી નથી.. યેનિને ફક્ત એ જ રેખાંકિત કર્યુ છે કે વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા(Dmitry Kuleba)ના નેતૃત્વમાં સમગ્ર સપ્તાહ દરમિયાન કાર્ય કરતી રહી છે. 
 
100 યૂક્રેની અફગાનિસ્તા માંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા 
 
રવિવારે 31 યૂક્રેની નાગરિકો સહિત 83 લોકો સાથે એક સૈન્ય વિમાન અફગાનિસ્તાન દ્વારા કીવ પહોંચ્યુ. યૂક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યુ કે આ વિમાન દ્વારા 12 યૂક્રેની સૈન્ય કર્મચારીઓની સ્વદેશ વાપસી થઈ છે. આ ઉપરાંત વિદેશી પત્રકાર અને મદદ માંગનારા કેટલાક લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. કાર્યાલયે એ પણ કહ્યું કે લગભગ 100 યુક્રેનિયન નાગરિકો છે જે હજુ પણ અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની રાહ જોઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)  દ્વારા અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી તાલિબાનોએ ઝડપી કાર્યવાહી કરી છે અને દેશ પર કબજો કર્યો છે.