રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 17 માર્ચ 2023 (08:21 IST)

ગુજરાતમાં કોરોનાએ સદી ફટકારી, 24 કલાકમાં રાજ્યમાં 119 અને અમદાવાદમાં 63 કેસ નોંધાયા સુરત, રાજકોટ અને મહેસાણામાં પણ કોરોના વકર્યો

ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119  કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 63 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 20 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 435 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. 
 
રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદ જિલ્લામાં માં સૌથી વધુ કેસ 63, અમરેલીમાં 4, આણંદમાં 2, ભરૂચમાં 2, ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 9, નવસારીમાં 1, પોરબંદરમાં 1, રાજકોટ જિલ્લામાં 13, સાબરકાંઠામાં 2, સુરત જિલ્લામાં 13 અને વડોદરા શહેરમાં 4 કેસ નોંધાયા છે. 
 
અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે
અત્યાર સુધીમાં કુલ 12,66,801લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.11 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 435 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે.