શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (15:54 IST)

ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે 3-3 બેઠકો કબજે કરી

રાજ્યની 6 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં ચાર બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જેમાં ત્રણ બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસે ઉત્તર ગુજરાતની 3 બેઠકો કબજે કરી છે જ્યારે એક બેઠક ભાજપ જીતી છે. ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર 29,026 મતથી જીત્યા છે. થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપૂત 6390 મતે જીત્યા છે. બાયડ બેઠક પર ભાજપના ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે .બાયડ બેઠક પર જશુભાઈ પટેલ જીતતા કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવામાં સફળ નીવડી છે. લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવકની જીત થઈ છે ગુજરાતની 6 બેઠક ઉપર સરેરાશ 53.67 ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદના અમરાઇવાડીમાં માત્ર 34.69 ટકા જ્યારે ખેરાલુમાં 46.19 ટકા મતદાન થયું હતું. થરાદમાં 68.93 ટકા, રાધનપુરમાં 62.91 ટકા, બાયડમાં 61.05 ટકા અને લુણાવાડામાં 51.24 ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીમાં સરેરાશ 56.76 ટકા પુરુષ તેમજ 50.03 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.