ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (12:05 IST)

અમદાવાદની કોલેજમાં 'નમો ટેબ્લેટ' વિદ્યાર્થીઓને બદલે પ્રોફેસરોને આપી દીધા, ABVP દ્વારા હોબાળો

અમદાવાદના રખિયાલમાં આવેલી શેઠ સી.એલ. કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળ્યા હોવાનો આક્ષેપ ABVP દ્વારા કરવામાં આવ્યો છે. નમો ટેબ્લેટ યોજના અંતર્ગત યુનીવર્સીટી તરફથી કોલેજને મોકલવામાં આવેલા 22 ટેબ્લેટ લાભાર્થીને ન મળતા ABVPના કાર્યકરોએ ગુજરાત યુનીવર્સીટી ખાતે હોબાળો મચાવ્યો હતો, તો સાથે જ યુનિવર્સીટીના રજીસ્ટ્રારને ઉગ્ર રજૂઆત કરી હતી અને કોલેજ સામે પગલા લેવા માંગ કરી હતી.
 
ABVP એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાત યુનીવર્સીટી તરફથી 22 ટેબ્લેટ શેઠ સી.એલ. કોલેજને મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ જે ટેબ્લેટ વિદ્યાર્થીઓને માત્ર 1 હજાર રૂપિયા લઈને આપવા જોઈતા હતા તે ટેબ્લેટ માટે શેઠ સી.એલ. કોલેજમાં દ્વારા 1100 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. 
 
વિદ્યાર્થી દીઠ 100 રૂપિયા વધુ લેવામાં આવ્યા છતાં આ ટેબ્લેટ લાભાર્થી વિદ્યાર્થીઓના બદલે પ્રોફેસર અને અન્ય બે વિદ્યાર્થીઓને આપી દેવાયા છે. ABVP ના કાર્યકરોએ બાદમાં કોલેજે પોતાની ભૂલ માની હોવાનું સ્વીકાર્યા અંગે પણ જણાવ્યું હતું. સાથે જ લાભાર્થીઓને ટેબ્લેટ આપશે તેવી બાંહેધરી કોલેજ તરફથી આપવામાં આવી હોવાનું પણ કહ્યું હતું