રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2018 (14:11 IST)

ભણશે ગુજરાત આવી રીતે : પ્રોફેસર સામે ફરિયાદ કરી તો 3 છાત્રોને નાપાસ કરી દેવાયા

વાહ રે ગુજરાત અને ગુજરાતનું શિક્ષણ ખાતું. ગુજરાતમાં શિક્ષણખાતાની ધીમેધીમે ઘોર ખોદાઈ રહી છે. સ્કૂલ ફીના મામવે સરકારનું સ્કૂલો સામે કંઈ ઉપજ્યું ન હોવાનું બહાર આવ્યું છે. એફઆરસી કમિટીએ ફારસ સાબિત થઈ હોવાનો વાલીઅો બળાપો કાઢી રહ્યાં છે ત્યારે વધુ એક ભોપાળું બહારઆવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના MSW વિભાગમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ સામે ફરિયાદ કરનાર 3 વિદ્યાર્થીઓને નાપાસ કરાયા હોવાનું સામે આવ્યું છે.

સેમેસ્ટર-3માં પાસ હોવા છતાં બેથી વધારે વિષયમાં નાપાસ કર્યાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ કર્યો છે.RTI માં માંગેલી ઉત્તરવાહીમાં આ ખુલાસો થયો છે ત્યારે પેપર તપાસનાર પ્રોફેસરો શંકાના દાયરામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ ઉત્તરવાહીની કોપી સાથે કુલપતિને ફરિયાદ કરી છે. અન્ય યુનિવર્સિટીના પ્રોફેસરો પાસે વિદ્યાર્થીઓએ ઉત્તરવહી તપાસતાં સમગ્ર મામલો બહાર આવ્યો.પ્રશ્ન -4ના ઉત્તર સાચા લખ્યા હોવા છતાં એક વિદ્યાર્થીને આપ્યા 5 માર્ક્સ અને એક વિદ્યાર્થીને આપ્યા 0 માર્ક્સ આપવામાં આવ્યા છે.

છાત્રોએ પ્રોફેસર સામે અવાજ ઉઠાવતાં તેમની કારકીર્દી સાથે ચેડાં કરાયાં છે.આ અંગે સરકારે અને યુનિ. સત્તાવાળાઅોએ તાત્કાલિકઆ અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ. છાત્રોએઆ અંગે અલગ અલગ ત્રણ પ્રકારની અરજીઅો કરી છે. MSW વિભાગનું રિઝલ્ટ ન જાહેર કરવા, તમામ પેપર પોલીસ કસ્ટડીમાં રાખવા અને  MSW વિભાગના હેડ સામે પગલાં ભરવાની છાત્રોએ માગણી કરી છે.