સંબંધિત સમાચાર
- અમેરિકન એમ્બસીએ અમદાવાદ એરપોર્ટની કામગીરી વખાણી
- લંડનની ફ્લાઇટમાં બેસવાની મિનિટો અગાઉ જ મુસાફરનું અમદાવાદ એરપોર્ટ ખાતે મૃત્યુ
- અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલા તમામ લોકોનું ૧૪ દિવસનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ
- Coronavirus Quarantine- અમદાવાદ એરપોર્ટ પર એક મહિનામાં આવેલા 27 હજાર વિદેશી મુસાફરોનું ક્વોરોન્ટાઈન કરાયું
- Coronavirus : અમદાવાદ એરપોર્ટ ખાતે ૨૪ કલાક એક ડૉકટર, બે પેરામેડિકલ સ્ટાફ સહિત એમ્બ્યુલન્સની સુવિધાઓ તૈનાત
અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ સેવા શરુ, પ્રથમ ફ્લાઈટ પુણે રવાના થઈ
ગુજરાતમાં લૉકડાઉન બાદ આખરે હવાઈ સેવાઓ ફરીથી નિયમો સાથે શરુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લૉકડાઉનના 61 દિવસ બાદ આજથી જ ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ થઈ ગઈ છે. આ દરમિયાન યાત્રા શરુ કરવાની ગાઈડલાઈનનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર આજથી ફલાઇટ શરૂ થઈ છે જેમાં સવારે 4 વાગ્યે અમદાવાદની પુણેની ફ્લાઇટ રવાના થઈ હતી. એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટનસ, ફરજિયાત માસ્ક અને ગાઈડલાઈન મુજબ પેસેન્જરોને એરપોર્ટ પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે પણ પ્રવાસી આવે તેનું થર્મલ ચેકીંગ કર્યા બાદ જ તેને એરપોર્ટમાં અંદર પ્રવેશ આપવામાં આવે છે. આજથી 50 જેટલી ફ્લાઇટ્સની અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર શરૂ થઈ છે.
