1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
  4. Bangladesh vs Pakistan test match

બાબર આઝમે ફરી નાક કપાવ્યુ, કપ્તાન શાન મસૂદ પણ અધૂરુ છોડીને જતા રહ્યા

Babar Azam
Babar Azam
 
બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વચ્ચે રમાય રહેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાની ટીમ એક વાર ફરી સંકટમાં છે. ટીમ સામે એક મોટુ લક્ષ્ય મુકવામાં આવ્યુ છે. પણ તેના ખૂબ પહેલા જ ટીમના મોટા કહેવાતા બેટસમેનોના પણ બાર વાગી ગયા. પૂર્વ કપ્તાન બાબર આઝમે એકવાર ફરીથી ટીમનુ નાક કાપવાનુ કામ કર્યુ. વર્તમાન કપ્તાન શાન મસૂદે થોડી વાર સુધી બેટિંગ કરી. પણ તેઓ ટીમને મુશ્કેલીમાં નાખીને જતા રહ્યા. હવે આ મેચમાં પાકિસ્તાનની હાર લગભગ લગભગ નક્કી થતી જોવા મળી રહી છે. 

પાકિસ્તાન સામે 437 રનનુ લક્ષ્ય 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં, બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનની  પ્રથમ ઇનિંગ ફક્ત 232 રનમાં સમેટાઈ ગઈ  હતો. બાંગ્લાદેશે તેના બીજા ઇનિંગમાં 390 રન બનાવ્યા હતા, જેના કારણે અંતિમ ઇનિંગમાં પાકિસ્તાનને 437 રન બનાવવાના છે. જોકે, બીજા ઇનિંગમાં અડધી ટીમ ખૂબ જ ઓછા સ્કોરમાં સમેટાઈ ગઈ હતી. ટીમનો સ્કોર 162 રન હતો ત્યારે પાંચમી વિકેટના ર્પ્પ કેપ્ટન શાન મસૂદે પોતાની ગુમાવી દીધી હતી.
 

બાબર આઝમ 47 રન બનાવીને આઉટ થયો, અને શાન મસૂદે 71 રન બનાવ્યા  

 
બીજી ઇનિંગમાં, જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમને બાબર આઝમની સખત જરૂર હતી, ત્યારે તે ફક્ત 47 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 52 બોલનો સામનો કર્યો હતો અને ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શાન મસૂદે 116 બોલમાં 71 રન બનાવ્યા હતા, જેમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. 200 રન સુધી પહોંચતા પહેલા અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી તેનો અર્થ એ છે કે પાકિસ્તાની ટીમ હવે હારની આરે છે.

પાકિસ્તાન થઈ શકે છે  શ્રેણીમાંથી બહાર 

પાકિસ્તાની ટીમ શ્રેણીની પહેલી ટેસ્ટ હારી ચૂકી છે. હવે, જો ટીમ બીજી મેચ પણ હારી જાય છે, તો તેની સ્થિતિ વધુ ખરાબ થશે. બાંગ્લાદેશ પહેલાથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પાછળ છોડી ચૂક્યું છે. હાલમાં મેચનો ચોથો દિવસ ચાલી રહ્યો છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાન માત્ર મેચ જીતી રહ્યું નથી, પરંતુ ડ્રો પણ તેમના માટે અશક્ય લાગે છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો