શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 જુલાઈ 2018 (10:02 IST)

કેએલ રાહુલને બહાર કર્યા પછી સ્ટાર ક્રિકેટર્સ અને ફેંસે ઉતાર્યો ટીમ ઈંડિયા પર ગુસ્સો

ટીમ ઈંડિયાને ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ઈગ્લેંડના હાથે 8 વિકેટથી કરારી હારનો સામનો કરવો પડ્યો. આ સાથે જ ટીમ ઈંડિયા સતત 10મી વનડે શ્રેણી જીતવામાં નિષ્ફળ રહી અને ઈગ્લેંડના હાથે સાત વર્ષ પછી તેણે વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈંડિયાએ નિર્ણાયક મેચ માટે પોતાની પ્લેઈંગમાં ત્રણ ફેરફાર કર્યા. કેએલ રાહુલ, ઉમેશ યાદવ અને સિદ્ધાર્થ કૌલના સ્થાને દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરને તક આપી. પૂર્વ ક્રિકેટર્સ અને ફેંસે રાહુલને બહાર કર્યા પછી ટીમ ઈંડિયા પર જોરદાર ગુસ્સો કાઢ્યો. 
લક્ષ્મણે રાહુલને બહાર કરવા પર પોતાની નિરાશા જાહેર કરતા કહ્યુ કે રાહુલને બહાર કરતા હુ ખૂબ નિરાશ છુ. રાહુલ સાથે પહેલીવાર આવો વ્યવ્હાર નથી થઈ રહ્યો.  તેઓ ફક્ત એક મેચમાં ન રમ્યા અને તેમને બહાર કરી દીધા. પહેલી મેચમાં તેમણે 18 રનની અણનમ રમત રમી હતી. જેમા ટીમ ઈંડિયાએ જીત નોંધાવી હતી. 
 
આ ઉપરાંત ફેંસે પણ રાહુલને બહાર કરવા બદલ ગુસ્સો બતાવ્યો. એક યૂઝરે લખ્યુ રાહુલને બહાર કરવી સૌથી મોટો જોક સાબિત થયો. તે શાનદાર બેટ્સમેન છે. ટીમને જરૂર છે કે તેના પર ભરોસો કરે. 
 
એક યૂઝરે લખ્યુ કેએલ રાહુલને ન રાખવો જોક છે. આવામાં ટીમ ઈંડિયાને નંબર 4 માટે યોગ્ય બેટ્સમેન નહી મળે. દિનેશ કાર્તિકને રૈનાના સ્થાન પર તક આપવી જોઈએ. 
 
એક યૂઝરે ટ્વીટ કર્યુ, 'વિરાટની એક વધુ પસંદગી બકવાસ. રાહુલને પૂરતી તક કેમ નથી મળતી. જો દિનેશ કાર્તિકને તક આપવી છે તો ધોનીના સ્થાન પર તક આપવામાં આવે. મેચ વિનરને હટાવીને મેચ હારવી એ કામ ફક્ત કોહલી જ કરી શકે છે. 
ભારત તરફથી એકમાત્ર વિરાટે 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 42 અને શિખર ધવને 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલર્સ ઈંગ્લેન્ડની બોલિંગ સામે ફેલ થઈ ગયા હતા. માત્ર શાર્દૂલ ઠાકૂર જ એક વિકેટ મેળવતા બેરિસ્ટોને આઉટ કર્યો હતો, જ્યારે વિન્સ રન આઉટ થઈ ગયો હતો. ભારતીય સ્પિન બોલર્સ અને ફાસ્ટ બોલર્સ એકદમ નિષ્ફળ નિવડ્યા છે.