સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: હનુમાનગઢ. , ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (17:52 IST)

શોકિંગ ક્રાઈમ - 15 વર્ષના પુત્રએ માતા-પિતાની કરી હત્યા, નાના ભાઈના માથે મારી કુહાડી.. બોલ્યો - હવે બધુ ખતમ થઈ ગયુ

રાજસ્થાનના હનુમાનગઢ જીલ્લામાંથી એક શોકિંગ ક્રાઈમ અને દિલ દહેલાવનારો મામલો સામે આવ્યો છે. જ્યા એક 15 વર્ષના બાળકે પોતાના માતા-પિતાને ઉંઘી રહ્યા હતા ત્યારે કુહાડી મારીને હત્યા કરી દીધી. બીજી બાજુ આરોપીએ પોતાના નાના ભાઈના માથા પર પણ કુહાડી મારી. લોહીલુહાણ હાલતમાં જમીન પર પડીને નાનો ભાઈ બેહોશ થઈ ગયો. તેને મરેલો સમજીને સગીર ત્યાથી નીકળી ગયો. ત્યારબાદ તેણે લોકોને જાતે બતાવ્યુ કે તેણે પોતાના માતાપિતાને મારી નાખ્યા. 
 
ઉંઘમાં માતા-પિતાને મારી નાખ્યા 
 
ઉલ્લેખનીય છે કે આ દર્દનાક ઘટના બુધવારે મોડી રાત્રે હનુમાનગઢ જીલ્લાના નોહરના ફેફાના ગામથી સામે આવી છે. જ્યા સગીર બાળકે પોતાના પિતા શીશપાલ (42) અને મા   ઈદ્રા(38)ની ઉંઘતી હાલતમાં જ ખાટલા પર કુહાડીથી હુમલો કરીને હત્યા કરી નાખી. ત્યારબાદ ભાઈ પર હુમલો કર્યો. પછી ગામમાં હાજર લોકોને આ ઘટના વિશે જઈને પોતે જ માહિતી આપી. ત્યારબાદ ગામના લોકોએ પોલીસને સૂચના આપીને બોલાવી. માતા પિતાના શબને હોસ્પિટલની મોર્ચરી મોકલાયા. બીજી બાજુ નાના ભાઈને ભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે આ ઘટનને અંજામ આપનારા આરોપી બાળકની પણ ધરપકડ કરી લીધી. સાથે જ લોહીથી લથપથ કુહાડી પણ જપ્ત કરી લીધી. 
 
આ કારણે સગીરે કર્યુ ડબલ મર્ડર 
 
આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલા એસએચઓ રવિન્દ્ર સિંહે જણાવ્યું કે, આરોપી બાળક ડ્રગ્સનો વ્યસની છે, તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે, સાથે જ માતા-પિતાને મારવાનું કારણ પણ જણાવ્યું છે. આરોપીએ કહ્યું કે માતા-પિતાએ તેને બળજબરીથી વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. તે કોઈક રીતે ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ તેને ખબર પડી કે માતા-પિતા તેને ફરીથી ડ્રગ સેન્ટરમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે. તેથી આ ડરના કારણે તેણે તેમની હત્યા કરી નાખી.
 
 
પોલીસને સામે જાતે જ કરી કબુલાત અને જણાવ્યુ કારણ 
 
આરોપી બાળકે કહ્યું કે રાત્રે 9 વાગ્યાની આસપાસ તેની માતા અને પિતા ખાટલા પર સૂતા હતા. ભાઈ બીજા રૂમમાં હતા. તેણે વિચાર્યું કે આ લોકો મને સવારે પાછો મોકલી દેશે. આથી મેં કુહાડી ઉપાડી અને માતા-પિતાના રૂમમાં પ્રવેશ કર્યો. સુતેલા માતા-પિતાના ગળા પર કુહાડીના ઘા મારીને બંનેની હત્યા કરી નાખી હતી. અવાજ સાંભળીને નાનો ભાઈ દોડી આવ્યો અને તેના માથામાં કુહાડી વડે હુમલો કર્યો. ત્યારબાદ તેણે લોકોને પોતે જણાવ્યુ કે તેણે પોતાના માતા-પિતાને મારી નાખ્યા. તેની વાત સાંભળીને લોકો આશ્ચર્યમાં પડી ગયા. ઘરે જઈને જોયુ તો લોહીથી લથપથ હાલતમાં ખાટલા પર માતા પિતા અને નાનો ભાઈ જમીન પર પડેલો મળ્યો. ત્યારબાદ પોલીસ બોલાવાઈ.