શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2019 (13:54 IST)

Jioએ એયરટેલને પાછળ મૂકયું, દેશની બીજી મોટી ટેલિકૉમ કંપની

રિલાંયસ જિયોએ મોબાઈલ ઉપભોક્તાની સંખ્યાના આધારે ભારતી એયરટેલને પાછળ મૂકી બીજી મોટી દૂર સંચાર કંપની બની ગઈ છે. જિયોએ તેમની સેવા શરૂ કરવાના ઢાઈ વર્ષ પછી જ આ જગ્યા હાસલ કરી છે. 
 
જિયોના ગ્રાહકોની સંખ્યા વધીને 30.6 કરોડ થઈ ગઈ છે. જિયો હવે માત્ર વોડાફોન અને આઈડિયાથી પાછળ છે. જેના ગ્રાહકોની કુળ સંખ્યા 38.7 કરોડ છે. તેમજ 28.4 કરોડ ગ્રાહકોની સાથે એયર ટેલ હવે ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. જિયોએ 2 માર્ચને 30 કરોડ ગ્રાહકોના આંકડાને છુઈ હતું. ભારતીય ટેલિકૉમ સેકટરમાં 2 દશક સુધી વધારા બનાવી રાખ્યા પછી એયરટેલ હવે પાછળ થઈ ગયું છે. પાછલા વર્ષના મધ્ય સુધી એયરટેલ દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની હતી. વોડાફોન આઈડિયાના વિલય પછી એયરટેલ ગ્રાહકોની સંખ્યાની બાબતમાં પાછળ થઈ ગઈ. રિલાંયસ જિયોની તેજ વૃદ્ધિ આક્રમક અને ખૂબ સસ્તા ટેરિફ પ્લાંસ રહ્યા.