બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (15:06 IST)

ઍપલ આઇ-ફોનને ચોખાની થેલીમાં રાખી સુકવવાની ના કેમ પાડી રહ્યું છે?

Apple iPhone 15 pro
આને ઘરે આવી રીતે ના સુકવો
તમારામાંથી ઘણાનો મોબાઇલ ફોન જ્યારે પાણીમાં પલળી જાય ત્યારે તેને સુકવવાની અનેકવિધ રીતો અપનાવો છો.
 
આમાંની જ કેટલીક રીતની વાત કરીએ તો ઘણા હેર ડ્રાયરનો ઉપયોગ કરી ફોનને ડ્રાય કરે છે તો કેટલાક તેને ચોખા ભરેલા ડબ્બામાં મૂકી દે છે.
 
પણ જો તમારો આઇફોન પલળી જાય તો તેને ઘરમાં ભરી રીખેલા ચોખા વચ્ચે મૂકીને ના સુકવો એવી સલાહ ઍપલે આપી છે.
 
જોકે આ રીત ઘણી લોકપ્રિય હોવા છતાં નિષ્ણાતોએ કેટલાંક પરીક્ષણો પછી સામે આવેલાં પરિણામોના આધારે તે કારગર ન હોવાનું સામે આવ્યા પછી આની સામે ચેતવણી ઉચ્ચારી છે.
 
અને હવે તો ટૅક જાયન્ટ કંપનીએ પોતે જ એક માર્ગદર્શિક બહાર પાડી જણાવ્યું છે કે આવું કરવાથી અનાજના નાના ટુકડાઓ ફોનને નુકસાન કરી શકે છે.
 
ઍપલે જણાવ્યું છે કે આવું કરવાના બદલે લોકોએ ફોન કનેક્ટર નીચે તરફ રાખીને હળવા હાથે ફોનમાં રહેલા પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ અને પછી ફોનને સુકવવા માટે રાખી દેવો જોઈએ.
 
 
સ્માર્ટફોન ભલે સ્માર્ટ બનતા જઈ રહ્યા હોય પણ જો તે પાણીમાં પડી જાય તો તેને સુકવવાના રસ્તા કે ઉપાયો આજે પણ એટલા જ પૌરાણિક જ રહ્યા છે.
 
ઍપલે આમાંથી કેટલીક રીતોથી ફોનનો ઉપયોગ કરનારા લોકો દૂર રહે તેવો પ્રયાસ કર્યો છે.
 
જેમાં ચોખાના ડબ્બામાં ફોનને રાખવો કે પછી "બાહ્ય ગરમીના સ્ત્રોત અથવા કમ્પ્રેસ્ડ ઍર"ના ઉપયોગથી ભીના ફોનને ના સૂકવવાની સલાહ આપે છે. એટલે કે રેડિએટર્સ અને હેરડ્રાયર્સના ઉપયોગને ટાળવો જોઈએ.
 
તેમ જ તે એ પણ સૂચવે છે કે ફોનનો ઉપયોગકર્તાઓએ તેમના ફોનમાં "રૂ કે પેપર ટોવેલ બહારની વસ્તુઓ" દાખલ કરવાનો પ્રયાસ ના કરવો જોઈએ.
 
આના બદલે તમારે તમારા પલળેલા આઇફોનને “એક ખુલ્લી કોરી જગ્યા જ્યાં હવા હોય” ત્યાં મૂકી દેવો જોઈએ અને પછી ચાર્જ કરવો જોઈએ.
 
તમારા મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ નહીં હોય તો પણ ટીવી ચૅનલો જોઈ શકાશે
આઈફોન 14 : શું છે ઍપલના નવા ફોનનાં ખાસ ફીચર?
 
 
મૅકવર્લ્ડ વેબસાઇટ જેણે સૌથી પહેલાં આ નવા સપોર્ટ દસ્તાવેજોમાં અપાયેલી માહિતીને જોઈ હતી તેણે નોંધ્યું કે સ્માર્ટફોનની બદલાતી ડિઝાઇનનો અર્થ એ છે કે ભવિષ્યમાં આવી બધી સલાહો બિનજરૂરી હશે.
 
તે એટલા માટે કારણ કે ભેજનો વધારે પ્રમાણમાં સામનો કરી શકે તેવી ક્ષમતાવાળા ફોન બની રહ્યા છે.
 
આઇફોન 12 પછીનાં તમામ ઍપલ ઉપકરણો અડધા કલાક સુધી છ મીટરની ઊંડાઈ સુધી પાણીના ભેજનો સમનો કરવા સક્ષમ છે.
 
પરંતુ વૈશ્વમાં જીવનનિર્વાહ ખર્ચના વધતા દબાણને કારણે હજુ પણ સેકન્ડ-હેન્ડ મોબાઇલ ફોન માર્કેટમાં જે ઉછાળો જોવા મળે છે તેનો જોતાં સંભવ છે કે ઘણા લોકોને થોડા સમય માટે તેમના પલળી ગયેલા સ્માર્ટફોન સાથે શું કરવું અને શું ના કરવું તેની સલાહની જરૂર પડે.