કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ
આયુર્વેદૈક ડોક્ટર મુજબ જો તમે જાણવા માંગો છો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે તો તેમા આ મહત્વપૂર્ણ નથી કે તમે કેટલુ પાણી પીધુ, પણ એ જરૂરી છે કે તમે કેટલુ યૂરિન પાસ કર્યુ.
જો કોઈ વ્યક્તિ 24 કલાકમાં લગભગ 750 ml યૂરિન પાસ કરે છે મતલબ 3 વાર ખુલીને પેશાબ જાય છે તો સમજી લો તેના શરીરનુ હાઈડ્રેશન લેવલ એકદમ સારુ છે. કારણ કે પાણી કેટલુ પી રહ્યા છો એ જરૂરી નથી. પેશાબ કેટલો આવી રહ્યો છે એ જરૂરી છે.
શુ તમે ફિઝિકલ એક્ટિવિટી કરી રહ્યા છો. તમે કયા સીઝનમાં છો. તમારા શરીરનો પ્રકાર કયો છે. જો તમે પિત્ત પ્રકૃતિના છો તો તમને તરસ વધારે લાગશે. જો તમે કફ પ્રકૃતિના છો તો તમને તરસ ઓછી લાગશે.
ભલે ગરમી છે અને આપણે આખો દિવસ એસીમાં બેસી રહ્યા તો તરસ ઓછી લાગશે. પણ જો ગ્રાઉંડમાં રમવુ શરૂ કરી દઈએ, તો તરસ વધુ લાગશે. તેથી 8 ગ્લાસ એક દિવસમાં પાણી પીવાનો કૉન્સેપ્ટ નથી.
ભલે શિયાળાની ઋતુ કેમ ન હોય, પણ ગ્રાઉંડમાં સવારથી સાંજ રમવામાં વિતાવી રહ્યા છો તો બની શકે કે તમે આખો દિવસમાં 16 ગ્લાસ પાણી પી જાવ તો પાણીનીમાત્રા એક વ્યક્તિ માટે પણ ચોક્કસ નથી હોઈ શકતી.