મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન. , બુધવાર, 3 એપ્રિલ 2019 (12:57 IST)

ભારતીય નૌસેનામાં સામેલ થશે અમેરિકી રોમિયો, નહી બચી શકે દુશ્મન જહાજ અને પનડુબ્બિયો

અમેરિકાએ 2.4 અરબ ડોલરની અનુમાનિત કિમંત પર ભારતને 24 બહુઉપયોગી એચએચ 60 રોમિયો સી હૉક હેલીકોપ્ટરના વેચાણને મંજૂરી આપી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આ માહિતી આપી. ભારતને ચ હેલ્લા એક દસકાથી વધુ સ્મયથી આ હંટર હેલીકોપ્ટરની જરૂર હતી. ટ્રમ્પ પ્રશાસને કોંગ્રેસમાં અધિસૂચિત કર્યુ કે તેને 24 એમએચ-60 આર ખૂબ ઉપયોગી હેલીકોપ્ટરના વેચાણને મંજૂરી આપી છે. આ  હેલીકોપ્ટર ભારતીય રક્ષા બળને જમીનરોધી અને પનડુબ્બી રોધી યુદ્ધ મિશનને સફળતા સુધી પહોંચાડવામાં સક્ષમ બનાવશે. 
 
વિદેશ મંત્રાલયે પોતાની અધિસૂચનામાં કોંગ્રેસને જણાવ્યુ કે આ પ્રસ્તાવિત વેચાણની મદદથી ભારત અને અમેરિકાના સામરિક સંબંધોને મજબૂત કરીને અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ મળશે.  તેમણે કહ્યુ કે આ હેલીકોપ્ટરોની અનુમાનિત કિમંત 2.4 અરબ ડોલર રહેશે.  આ વેચાણથી એ મોટા રક્ષા ભાગીદારની સુરક્ષા  સ્થિતિ સુધરશે.  જે હિંદ પ્રશાંત અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજનીતિક સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ રહી છે.  ભારતને આ હેલીકોપ્ટરોને પોતાના સશસ્ત્ર બળમાં સામેલ કતવામાં કોઈ પરેશાની નહી થય. તેમા કહેવાયુ છે કે આ પ્રસ્તાવિત વેચાણથી ક્ષેત્રમાં મૂળ સૈન્ય સંતુલન નહી બગડે. 
 
'રોમિયો' ની વિશેષતા 
 
- રોમિયો અમેરિકાનો સૌથી એડવાંસ એંટી સબમરીન હેલીકોપ્ટર માનવામાં આવે છે. પનડુબ્બીયો પર તેનુ નિશાન અચૂક હોય છે. 
- દુનિયાના કેટલાક અન્ય દેશ પાસે પણ એંટી સબમરીન હેલીકોપ્ટર છે. 
- એમએચ 60 રોમિયો  સી-હૉક હેલીકોપ્ટૅર અને વિમાન વાહક પોત સાથે ઓપરેટ કરી શકાય છે. 
- આ હેલીકોપ્ટર સમુદ્રમાં શોધ અને બચાવ કાર્યોમાં પણ ઉપયોગી છે. 
- આ હેલીકોપ્ટર ભારતીય નૌસેનાની મારક ક્ષમતને વધારશે 
 હિન્દ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવ્હારને ધ્યાનમાં રાખતા ભારત માટે આ હેલીકોપ્ટર જરૂરી છે.