બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 20 મે 2022 (23:21 IST)

IPL 2022, RR vs CSK Live Score:રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું

rajasthan royals
યશસ્વી જયસ્વાલની 59 રનની ઇનિંગ બાદ આર અશ્વિનના અણનમ 40 રનના આધારે રાજસ્થાન રોયલ્સે IPL 2022ની 68મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. રાજસ્થાન ચેન્નઈ પર જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 150 રન બનાવ્યા હતા. મોઈન અલીએ સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. મોઈનની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે ચેન્નઈ મોટો સ્કોર કરવા જઈ રહી છે, પરંતુ તેના આઉટ થયા બાદ ચેન્નઈની ગતિ ધીમી પડી ગઈ હતી. મોઈન સિવાય એમએસ ધોનીએ CSK માટે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 16 રન બનાવ્યા હતા.