બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 26 માર્ચ 2019 (12:38 IST)

લોકસભા ચૂંટણી 2019- જાણો ગુજરાતમાં કઈ સીટો પર ભાજપને પરાજયનો સામનો કરવો પડે એમ છે

ગુજરાતમાં વર્ષ 2014ના લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસને 26 સીટમાંથી એક પણ સીટ પર જીત મળી ન હતી. આ બધી જ સીટ ભાજપના ખાતામાં ગઈ હતી. જોકે, તેના બાદ વર્ષ 2017ના ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસના પ્રદર્શનને જો સંકેત માનવામાં આવે તો ભાજપને રાજ્યની ઓછામાં ઓછી 7 લોકસભા સીટ ભાજપના ગઢ કહેવાતા સૌરાષ્ટ્ર વિસ્તારની છે.  કોંગ્રેસ નેતાઓને વિશ્વાસ છે કે, પાર્ટી સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ઓછામાં ઓછી 4 સીટ, અમરેલી, જુનાગઢ, બોટાદ અને સુરેન્દ્રનગર પર જીતી શકે છે. પાર્ટી મધ્ય ગુજરાતની આણંદ સીટ અને ઉત્તર ગુજરાતની બનાસકાંઠા તેમજ પાટણી સીટ પર પણ પોતાની જીતની શક્યતાઓ જોઈ રહી છે. દાહોદ, છોટાઉદેપુર અને બનાસકાંઠા સીટ પર પણ કોંગ્રેસની નજર છે.  કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે, સૌરાષ્ટ્રના લોકોએ 2017ના ઈલેક્શનમાં દિલ ખોલીને અમારું સમર્થન કર્યું હતું. જેને કારણે અમને આ વિસ્તારમાં અનેક સીટ મળી હતી. લોકસભા ઈલેક્શનમાં પણ અમારા માટે આ એક બાબત મહત્વની બની રહેશે.