ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મિર્ઝાપુર: , શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (23:04 IST)

હદ થઈ ગઈ... બ્રેક ફેલ થતાં દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું, ગ્રામજનોએ ડોલ અને ડબ્બા લઈને મચાવી લૂંટ

mirzapur
mirzapur
 ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બ્રેક ફેલ થવાને કારણે દૂધ ભરેલું ટેન્કર કાબૂ બહાર ગયું અને પલટી ગયું. આ ઘટનામાં ટેન્કર ચાલકને ઈજા થઈ હતી. રોડ પર ટેન્કર પલટી ગયા બાદ ગ્રામજનોમાં દૂધ લૂંટવા માટે જાણે હોડ મચાવી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે મોકલી આપ્યો હતો. સાથે જ ટેન્કરને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો.
 
ગુરુવારે સવારે ટેન્કર ડેરીમાં સપ્લાય માટે સોનભદ્રથી પાંચ હજાર લિટર દૂધ ભરીને વારાણસી તરફ જઈ રહ્યું હતું. અહરૌરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારાણસી-શક્તિનગર હાઈવે પર લાખણિયા દરીના વળાંક પાસે બ્રેક ફેઈલ થવાને કારણે ટેન્કર કાબૂ બહાર ગયું અને પલટી ગયું. આ ઘટનામાં ડ્રાઈવર અકરમ ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેને રિફર કરવામાં આવ્યો. ગ્રામજનોની મદદથી પોલીસે ટેન્કરને સીધુ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
 
5 હજાર લિટર દૂધ વેડફાયું
ટેન્કર પલટી ગયા બાદ ગ્રામજનોમાં દૂધ લૂંટવાની હરીફાઈ થઈ હતી. ગામના લોકો ડોલ અને ડબ્બામાં દૂધ લઈ જવા લાગ્યા. લગભગ પાંચ હજાર લિટર દૂધ રસ્તાઓ પર વહી ગયું હતું. પોલીસ સ્ટેશનના વડા અમિત મિશ્રાએ જણાવ્યું કે તેઓ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડ્રાઈવરને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે. ટ્રાફિક એકદમ સામાન્ય છે.