ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 એપ્રિલ 2022 (10:42 IST)

Video: ગુસ્સામાં ભીડ પર ચઢાવી દીધી કાર

લખનઉમાં હિટ એન્ડ રનનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં ગોસાઈગંજમાં એક યુવકે ભીડ પર કાર ચઢાવી દીધી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે, જ્યારે 5ની હાલત ગંભીર છે. ઘટના બુધવારે મોડી રાત્રે એક મેરેજ હોલની બહાર બની હતી. ત્યાં લાગેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે.\
 
ગોસાઈગંજમાં બુધવારે રાતે એક તિલક સમારોહ યોજાયેલો હતો. એમાં સામેલ થવા આવેલા એક યુવક આશિષ રાવતનો ત્યાં કોઈકની સાથે ઝઘડો થઈ ગયો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ગુસ્સામાં આશિષ મેરેજ હોલની બહાર જતો રહ્યો. 10 મિનિટ બાદ તે ફરી મેરેજ હોલ પહોંચ્યો હતો.