મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 14 ઑક્ટોબર 2020 (09:01 IST)

હૈદરાબાદમાં વરસાદથી હાહાકાર, રસ્તા પર પૂર, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, 11 લોકોના મોત

હૈદરાબાદમાં ઋતુની મારથી હાહાકાર મચી ગયો છે. 24 કલાકમાં 20 સેંટીમીટરથી વધુ વરસાદ પછી આખુ શહેર પાણીમાં ડૂબી ગયુ. અનેક સ્થાન પર કાર વહેવા માંડી. અનેક સ્થાન પર મોટરસાઈકલ સાથે માણસો પણ વહેવા માંડ્યા.  હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે એલર્ટ રજુ  કર્યું છે. હૈદરાબાદના ચંદ્રયાનગુટા વિસ્તારમાં વરસાદને કારણે એક બોલ્ડર ઘર પર પડ્યુ પડ્યુ જેમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
વહીવટીતંત્રે લોકોને તેમના ઘરોમાં રહેવા અપીલ કરી છે. સીએમના ચંદ્રશેખર રાવ પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. ચંદ્રાયનગુટ્ટા વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ AIMIM સાંસદ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેઓ રાહત કાર્યમાં લાગ્યા. ઘટના સ્થળે વરસાદ થયા બાદ તબાહીનુ નીરીક્ષણ કર્યુ 
હૈદરાબાદમાં સૌથી વધુ વરસાદ  LBમા થયો છે.  જયા 24 કલાકમાં 25 સેંટીમીટર વરસાદ નોંધયઓ મુખ્યમંત્રીએ વહીવટીતંત્ર પાસે  પૂરની પરિસ્થિતિ પર રિપોર્ટ માંગી છે. SDRFની ટીમ શહેરમાં ફરી ફરીને લોકોના રેસ્ક્યુ કરવામાં લાગી છે.