1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (13:33 IST)

જિલ્લાના ૧૬૩ ગામોમાં ભારે વરસાદને લીધે ખોરવાયેલો વીજપુરવઠો પૂર્વવત કરાયો

તાજેતરના ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં પાણી પૂરવઠા યોજનાઓને નુકશાન થયું છે. જે કારણોસર આ યોજનાઓ મારફત પાણી પૂરવઠો મેળવતાં લાભાર્થી ગામોને પીવાનું પાણી  મળી રહે તે હેતુસર તાકીદના ધોરણે આ લાઇનો રીપેરીંગ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
 
રાજકોટ જિલ્લાની પડધરી જૂથ યોજના મારફત પાણી પૂરવઠો મેળવાતા લાભાર્થી ગામોની પાઇપલાઇન દિન -૪ માં, લોધિકા જૂથ યોજના મારફત પાણી પૂરવઠો મેળવાતા લાભાર્થી ગામોની પાઇપલાઇન દિન -૧૦ માં, ભાદર, વેણુ જૂથ-૨ તથા ફોફળ-૧ અને ૨ જૂથ યોજના મારફત પાણી પૂરવઠો મેળવાતા લાભાર્થી ગામોની પાઇપલાઇન દિન -૨ માં, મોજ ગૃપ યોજના તથા જેતપુર ગૃપ યોજના મારફત પાણી પૂરવઠો મેળવાતા લાભાર્થી ગામોની પાઇપલાઇન દિન -૧૫ માં રીપેરીંગ કરી પાણી પૂરવઠો નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.
 
આ તમામ યોજનાના મહદઅંશે ગામોને જૂથ યોજના મારફત પાણી પૂરૂં પાડવામાં આવી રહયુ છે. આમ છતાં પીવાના પાણીની મુશ્કેલી જણાય તો ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ઉપર ફરિયાદ કરવા અધિક્ષક ઇજનેર, જાહેર આરોગ્ય વર્તુળ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.