સંબંધિત સમાચાર
- સ્થાનિક ચૂંટણી પૂર્વે PM મોદીનો બનાસકાંઠા પ્રવાસ: લાખણીના નાણી ગામે વિકાસકાર્યોની લાગશે હેલી
- ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર: એકસાથે 153 કોન્સ્ટેબલોની પસંદગીના સ્થળે બદલી, જાણો શું છે શરતો
- PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા
- ગાંધીનગરમાં ગોરમા વ્રતના જવારા પધરાવવા ગયેલા ડોક્ટર પિતાની બાળકીની સામે કેનાલમાં ડૂબી જવાથી મોત
- ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ: વડોદરામાં તૈયાર થયું દેશનું પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 મિલિટરી એરક્રાફ્ટ
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: સરકારી વિભાગોમાં 'વર્ક ફ્રોમ હોમ' અને ઓનલાઈન મિટિંગો કરવા આદેશ
Gujarat CM Orders WFH
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ પોતાના વિભાગોમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડે અને બિનજરૂરી સરકારી ખર્ચ પર કાપ મૂકે. ખર્ચ નિયંત્રણના ભાગરૂપે હવે તમામ સરકારી વિભાગોને બને ત્યાં સુધી ઓનલાઈન મિટિંગો યોજવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
સામાન્ય નાગરિકોની સુવિધા માટે 300 નવી એસ.ટી. બસો દોડશે
રાજ્યના જાહેર પરિવહનને વધુ મજબૂત અને સુવિધાજનક બનાવવા માટે આવતીકાલથી જ 300 નવી એસ.ટી. બસો સેવામાં મૂકવાનો મોટો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારના લોકાર્પણ સમારોહ કે ભવ્ય આયોજન વિના આ બસોને સીધી ડેપો પરથી રૂટ પર દોડતી કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને પરિવહનમાં તાત્કાલિક રાહત મળી રહે.
'વર્ક ફ્રોમ હોમ' અને વર્ચ્યુઅલ મિટિંગો પર વિશેષ ભાર
સરકારમાં વહીવટી કામગીરીને વધુ આધુનિક અને કરકસરયુક્ત બનાવવા માટે મુખ્યમંત્રીએ દરેક વિભાગમાં વર્ક ફ્રોમ હોમ (ઘરેથી કામ કરવા)ની શક્યતાઓ ચકાસવા આદેશ આપ્યા છે. ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં હવે કર્મચારીઓને બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે માટે વર્ચ્યુઅલ માધ્યમથી કામગીરી વધારવા જણાવાયું છે. આ ઉપરાંત, મંત્રીઓને કાર્યક્રમોમાં જવા માટે છૂટ અપાઈ છે પરંતુ તેમની સાથે મોટો સુરક્ષા કાફલો ન રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે કારપૂલિંગની અનિવાર્યતા
ઇંધણની મોટી બચત કરવાના આશયથી ગુજરાત સરકાર હવે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે 'કારપૂલિંગ' (એક જ વાહનમાં સાથે મુસાફરી કરવી) પદ્ધતિ અમલમાં મૂકવા જઈ રહી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્યાવરણ અને ઇંધણ બચાવવાની અપીલને ધ્યાને રાખીને, હવે અલગ-અલગ ગાડીઓ દોડાવવાના બદલે સમાન રૂટ પર એક જ કારનો ઉપયોગ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વીઆઈપી કલ્ચરમાં ઘટાડો: મંત્રીઓના કાફલાની ગાડીઓ ઓછી કરાઈ
કેબિનેટ બેઠક દરમિયાન વીઆઈપી કલ્ચર ઓછું કરવાનો અનેરો દાખલો જોવા મળ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે પોતાના કાફલામાં માત્ર ત્રણ જ ગાડીઓ સાથે બેઠકમાં પહોંચ્યા હતા. સરકાર દ્વારા મંત્રીઓની સુરક્ષા અને પાયલોટિંગ માટે વપરાતી કારની સંખ્યામાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર રૂપે સચિવાલયમાં વાહનોની ભીડ ઓછી જોવા મળી હતી.
ઈલેક્ટ્રિક વાહનો (EV)ના ઉપયોગમાં મંત્રીઓ બન્યા રોલ મોડેલ
પર્યાવરણ અને ઊર્જા બચતનો સંદેશ આપવા માટે રાજ્યના અનેક મંત્રીઓ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને કેબિનેટ બેઠકમાં આવ્યા હતા. પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક સ્કૂટર પર સચિવાલય પહોંચ્યા હતા, જ્યારે ડૉ. પ્રદ્યુમન વાજા અને સંજયસિંહ મહીડા પણ ઈવી વાહનો સાથે હાજર રહ્યા હતા. પ્રવીણ માળીએ જણાવ્યું કે આગામી સમયમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરમાં ઇવી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે અને સરકાર આ બાબતને વધુ પ્રોત્સાહન આપશે.
