સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 2 એપ્રિલ 2018 (23:39 IST)

પત્નીની ઈચ્છા વિરૂદ્ધ પતિ શારીરિક સંબંધ બાંધે તેને બળાત્કાર ગણી શકાય નહીંઃ ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે આજે એક ઐતિહાસીક ચુકાદો આપ્યો હતો, જેમાં પોતાની ઈચ્છા વિરૂધ્ધ પોતાની સાથે શરીર સંબંધ બાંધનાર ડૉકટર પતિ સામે ફરિયાદ કરનાર મહિલા ડૉકટરેની બળાત્કારની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી હતી. જો કે પત્ની સાથે તેની ઈચ્છા વિરૂધ્ધ ઓરલ સેકસ અને સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યને ક્રુરતા હાઈકોર્ટે ગણાવી હતી.  ઈડરમાં ડૉકટર તરીકે ફરજ બજાવતા ડૉકટર દંપત્તી વચ્ચે વિવાદ થતાં મહિલા ડૉકટરે પોતાના ડૉકટર પતિ સામે ઈડર પોલીસમાં બળાાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેમાં મહિલાએ આરોપ મુકયો હતો કે તેનો પતિ તેની સાથે તેની ઈચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધતો હતો અને ઓરલ સેકસ સહિત સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરતો હતો. આ ઉપરાંત ત્રાસ આપી દહેજની માગણી પણ કરતો હતો. આ મામલે પોલીસને ફરિયાદ રદ કરવા માટે ડૉકટર પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી.  જસ્ટીશ જે બી પારડીવાલા સામે થયેલી સુનાવણી બાદ તેમણે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, જો પતિ પોતાની પત્ની સાથે તેની ઈચ્છા વગર શારિરીક સંબંધ બાંધે તો તેને બળાત્કાર કહી શકાય નહીં, પરંતુ તેની સાથે કરેલા ઓરલ સેકસ અને સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યુને ક્રુરતા ગણાય જેથી તે સંબંધે ગુનો બને છે આ ઉપરાંત દહેજની માગણીનો ગુનો પણ બને છે.