1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 માર્ચ 2020 (10:56 IST)

અમદાવાદના તમામ વિસ્તારો સહિત પુવઁ મા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

ગઈકાલે સવારથી જ હવામાને એકાએક પલટો લેતા કમોસમી વરસાદની આગાહી બતાવાય રહી હતી. રાત્રે અમદાવાદમાં હાટકેસવર  ,ખોખરામહેમદાવાદ,મણિનગર,શાહઆલમ,ઈશનપુર,નારોલ,વસ્ત્રાલ,અમરાઈવાડી ,રખિયાલ,ઓઢવ,બાપુનગર,નરોડા સહિત ના વિસ્તારો મા વરસાદ
 
હાથીજણ રામોલ માગઁ પર ના ડાકોર જતા પદયાત્રી ઓના સેવા કેમ્પ ના મંડપો પલળી જવા ની સાથે ભારે પવન મા અંશત નુકશાન સાથે પદયાત્રી ઓને વિસામો મા પડી રહ્યી છે ભારે હાલાકીઓ
નો સામનો કરવો પડ્યો. 
 
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ,
 
સરસપુર, ગોમતીપુર, બાપુનગર, અમરાઈવાડી, નરોડા, મણિનગર, ઇસનપુરમાં વરસાદ,
 
ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ
 
પાલડી અંજલિ બ્રિજ પર વરસાદ ના કારણે 15 જેટલી ગાડીઓ સ્લીપ થઈ 
 
એક ના પાછળ એક એમ કુલ 15 ગાડીઓનો અકસ્માત...
 
5 થી વધારે લોકોને ઇજા
હવામાન વિભાગના મતે, દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વલસાડ, દ્ગારકા, પોરબંદર, કચ્છ, બનાસકાંઠામાં પણ વરસાદી છાંટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
 
આજે સવારથી અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ખાંભાના ગ્રામ્ય પંથકમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત દેખાઈ રહ્યા છે. ઘઉં, જીરૂ, કપાસ, કેરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના મોટા બારમન, ચોતરા, નાના બારમન સહિતના પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદી ઝાપટું પડી રહ્યું છે.
 
દીવમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી ત્યાં ઝરમર વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં દીવમાં કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા છે. દિવસભર ખુલ્લા વાતાવરણ બાદ વહેલી સવારે ચાર કલાકે વરસાદી ઝાપટુ પડ્યું હતું. ચાર વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે ગુજરાતના અમુક શહેરોમાં વરસાદ બાદ આજે વહેલી સવારે દિવમા પણ વરસાદ પડ્યો છે.
 
જામનગરમાં પણ વાતારણમાં પલટો જોવા મળી રહ્યો છે. જામનગરમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર અને સંતરામપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. મહિસાગર જિલ્લામાં ઘઉં, મકાઈ, બાજરીમાં કમોસમી વરસાદના કારણે બગડી જવાના એંધાણ વર્તાયા છે.
 
નવસારીના ચીખલી વિસ્તારમાં પણ વરસાદના અમી છાટણા થયા છે. કમોસમી વરસાદનું દક્ષિણ ગુજરાતમાં પણ આગમન થયું છે. નવસારીના હાઈવે પર વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. બીજી બાજુ ખેડૂતોમાં કેરીના પાક બગડવાની ચિંતા સેવાઈ રહી છે.