સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑગસ્ટ 2021 (19:32 IST)

મોદી ફરી ગુજરાતની મુલાકાતે

PM મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા, 14 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે
 
-હરિદ્વાર અને વરાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય એવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. 
 
નર્મદા મૈયાની આરતી માટે તંત્ર સજ્જ
હરિદ્વાર અને વરાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે. આ આરતી કેવી રીતે થાય છે, તે જોવા માટે કેવડિયાના અધિકારીઓ વારાણસી જઇ આવ્યા હતા. નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ થઇ ગયું છે.
 
મોદી અવારનવાર કેવડિયાની મુલાકાત લે છે
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી મોદી કેવડિયાની નિયમીત મુલાકાત લેતા આવ્યા છે અને વડાપ્રધાન બન્યા બાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું અને તેઓ અવારનવાર કેવડિયા ખાતે આવતા રહે છે. 31 ઓક્ટોબર-2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ મોદી અનેક વખત કેવડિયા આવી ચૂક્યા છે.
 
જાન્યુઆરીમાં મોદીએ કેવડિયા રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું
આ પહેલા જાન્યુઆરી-2021માં કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદી​​​​​એ આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. વડાપ્રધાન સમારોહ દરમિયાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું પણ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને કેન્દ્રીય રેલવે પ્રધાન વર્ચ્યુઅલ દિલ્હીથી રીતે ઉપસ્થિત રહ્યા હતા.
 
મોદીએ ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજરી આપી હતી
માર્ચ-2021માં પીએમ મોદીએ કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. જ્યાં દેશની સુરક્ષાને લઇને મોદી સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. કૉન્ફરન્સ પૂર્ણ કરીને તેઓ અમદાવાદ ગયા હતા. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર દાંડી યાત્રા પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ત્યાંથી દિલ્હી રવાના થયા હતા. 
 
31 ઓક્ટોબરે મોદી કેવડિયા આવ્યા હતા
આ પહેલા મોદીએ કેવડિયા ખાતે 31 ઓક્ટોબર-2020ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજરી આપી હતી. કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે 1 હજાર કરોડ રૂપિયાથી વધુના 11 પ્રોજેક્ટ્સનું મોદીએ લોકાર્પણ કર્યું હતું. PM મોદીએ જંગલ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ એકતા ક્રુઝનું લોકાર્પણ કર્યું હતું અને ડાયનેમિક ડેમ લાઇટિંગ, ગ્લો ગાર્ડન અને કેક્ટસ ગાર્ડનનું લોકાર્પણ કર્યુ હતું. જેથી ડેમ અને ગ્લો ગાર્ડન રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. આ ઉપરાંત વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું હતું.