બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 નવેમ્બર 2023 (11:37 IST)

કરોડોના ડ્રગ્સ સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ

drugs
બનાસકાંઠા: જિલ્લાની રાજસ્થાન -ગુજરાતને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી બનાસકાંઠા પોલીસએ ખાનગી બસમાંથી મહિલા પાસેથી 4.268 કિગ્રા ડ્રગ્સ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી મેથએમ્ફીટામાઈન ડ્રગ મળી આવતા તેની સામે ગુનો નોંધી તપાસ 
 
નાઈજીરિયન મહિલાના  બેગમાં ભરેલું ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતે લઈ જતી હતીરાજસ્થાનથી આવતી શ્રીનાથ ટ્રાવેલ્સની બસમાંથી 4.268 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવતા ચકચાર મચી ગઈ છે 
 
મળતા અહેવાલ પ્રમાણે પોલીસને ટીમને માહિતી મળી હતી કે એક વિદેશી મહિલા કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે બસમાં મુસાફરી કરી રહી છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાં વિદેશી મહિલા મુંબઈ ખાતે ડ્રગ્સ લઈ જઈ રહી હતી. એલસીબીએ મહિલા સહિત મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.