શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (18:09 IST)

નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા જૂતાની ઘટનાને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢી

લોકશાહીમાં પોતાનો રોષ વ્યક્ત કરવાની આ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને ચલાવી પણ ના લેવાય. પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે એ સમજાતું નથી. નીતિન પટેલ જાહેર જીવનના સંનિષ્ટ રાજપુરુષ છે પરંતુ એ કોંગ્રેસની સભામાં આવ્યા નહોતા. સભા સ્થળ ભાજપનું, મંડપ ભાજપનો, નેતાઓ ભાજપના, કાર્યકર્તાઓ ભાજપના, ત્યાં હાજર ભીડ ભાજપ સમર્થક હોય ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય ?? આવી સાદી સમજણ પણ પડતી નથી ???
 
કોઈ પણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ સિવાય કઈ સુજતુ નથી.
 
ભાજપને સમજણ પડવી જોઈએ કે પ્રજા અને ભાજપના કાર્યકરને માથે તમે પક્ષપલટું ઉમેદવાર માથે ઠોક્યા છે એનો રોષ જનતા અને ભાજપના કાર્યકર્તાઓમાં છે જે એમના જ સભા સ્થળે વ્યક્ત કરી રહ્યા છે અને દોષ વિપક્ષને આપે છે..
 મુખ્યમંત્રી પદે પોખાવા નીકળેલા નીતિન પટેલને માંડવેથી પાછા વાળનાર ભાજપે અપમાનનું જુતુ માર્યું ત્યારે પણ અમે સહાનુભૂતિ વ્યક્ત  કરી હતી અને આજે કોઈ તોફાની તત્વ દ્વારા જુતુ ફેંકાયાની ઘટના બાદ પણ સંવેદના વ્યક્ત કરૂ છુ . 
 
 
અમે પ્રશાંત ભુષણ પર હુમલો કરનારને યુવા મોરચાનુ પદ આપનાર સંસ્કૃતિના વાહક નથી. કુલકર્ણીનો મોઢુ કાળુ કરનારાને પ્રોત્સાહિત કરનાર ભગવા બ્રીગેડ જેવી માનસિકતા અમારી હોઈ જ ના શકે. રાહુલ ગાંધી પર પથ્થરો ફેકવાની ઘટનામાં અને મનમોહનસિંહ જેવા પ્રામાણિક અને સંનિષ્ઠ વ્યક્તિ પર જુતુ ફેકાયું ત્યારે એ ઘટનામાં પ્રજાનો રોષ જોનારી ભાજપ આજે કોગ્રેસના નામે કાગારોળ કરી રહી છે પણ ભુતકાળ પર નજર નથી કરતી. ત્યારે ઘટનાને વખોડી હોત તો સમાજમાં દાખલો બેસત પરંતુ ત્યારે તો ખાનગીમાં તાળીઓ લેતા હતા. છતાં આવી ઘટનાઓ લોકશાહીમાં વ્યાજબી નથી અને તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી જ નથી..
 
આત્મારામ કાકાનુ ધોતીયુ ખેચનાર, દત્તાજીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનાર, સંજય જોશીની સેક્સ સીડીનુ કાવતરૂ કરનાર ભાજપ કયા મોઢે કોગ્રેસ પર દોષારોપણ કરી રહી છે તે સમજાતુ નથી . જે બન્યુ તે સદંતર ખોટું છે, સરકાર ભાજપની છે. જે કોઈ અપરાધી હોય તેને સજા કરે બાકી કોગ્રેસનો હાથ તો ઉંઘમા પણ દેખાશે જ. કેમકે પેટા ચુટણીમાં પરિણામ વિપરીત આવવાનો અંદેશો ભાજપને આવી ગયો છે.