ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 નવેમ્બર 2024 (16:57 IST)

ક્રિકેટર સંજય બાંગરના પુત્રે કરાવ્યો સેક્સ ચેંજ, આર્યનમાંથી બન્યો અનાયા

Sanjay Bangar Son Hormonal Transformation: - સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર અને કોચ સંજય બાંગરના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  આ વીડિયોઆર્યન બાંગરનો છે જેમા તે છોકરામાંથી છોકરી બનવાની પોતાની યાત્રા વિશે વાત કરી રહ્યા છે. આર્યન જે હવે અનાયા બની ગયા છે. તેમણે ઈસ્ટાગ્રામ પર પોતાના 9 મહિનાના ટ્રાંસફોર્મેશન વિશે બતાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે 10 મહિના પહેલા તે છોકરો હતો પણ હવે તે એક છોકરી બની ગયો છે. હવે તેણે પોતાનુ નામ આર્યનથી અનાયા કરી લીધુ છે.  આર્યન લંડનમાં રહે છે અને તે પણ પોતાના પિતાની જેમ ક્રિકેટ રમે છે અને તે પણ પોતાના પિતાની જેમ ક્રિકેટ રમે છે અને તેને ક્રિકેટ પ્રત્યે ખૂબ પ્રેમ છે. 

 
આર્યને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'મેં ક્યારેય આ રમતને છોડવાનું વિચાર્યું નથી, જે મારું પેશન, મારો પ્રેમ અને મારું ભાગી રહ્યું છે. પરંતુ અહીં હું એક દર્દનાક વાસ્તવિકતાનો સામનો કરી રહ્યો છું. ટ્રાન્સ વુમન તરીકે, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) દરમિયાન મારા શરીરમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. હું મારા સ્નાયુ સમૂહ, શક્તિ, સ્નાયુની યાદશક્તિ અને એથ્લેટિક ક્ષમતાઓ ગુમાવી રહ્યો છું જેના પર હું એક સમયે આધાર રાખતો હતો. જે રમત મને લાંબા સમયથી ગમતી હતી તે મારાથી દૂર થઈ રહી છે.
 
હાર્મોન રિપ્લેસમેંટ થેરપી શુ છે ?
હાર્મોંન રિપ્લેસમેંટ થેરેપી (એચઆરટી) એક એવી ટ્રીટમેંટ છે જેનો ઉપયોગ ડોક્ટર સામાન્ય રીતે મેનોપોઝના લક્ષણોને ઠીક કરવા માટે કરે છે. તેનથી શરીરમાં પોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હાર્મોનના લેવલને બેલેંસ કરવામાં મદદ મળે છે. આર્યનના કેસની જેમ જન્મના સમયે લિંગમાં ફેરફાર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાર્મોંન રિપ્લેસમેંટ થેરેપી બે પ્રકારની હોય છે.  ફેમિનાઈજિંગ અને વિરિલાઈજિંગ હાર્મોંન થેરેપી. જ્યારે કોઈ પુરૂષ હાર્મોન થી મહિલામાં બદલાય છે તો એ માટે ફેમિનાઈજિંગ થેરેપી આપવામાં આવે છે.   
 
ફેમિનાઈજિંગ હાર્મોંન થેરેપીમાં શુ ફેરફાર આવે છે
 
ફેમિનેઝિંગ હોર્મોન થેરાપી દ્વારા, કોઈપણ પુરુષની અંદર ફેરફાર કરીને સ્ત્રી હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આ ઉપચારથી, પુરૂષલક્ષી લક્ષણો  લાક્ષણિકતાઓમાં ઘટાડો થાય છે. એસ્ટ્રોજન અને એન્ડ્રોજન બ્લોકરનો ઉપયોગ થાય છે. જે ચહેરાના વાળ દૂર કરવા, અવાજ ફેરફાર અને સ્તન ડેવલોપમેંટમાં મદદ મળે છે.
 
ફેમિનાઈજિંગ હાર્મોન થેરેપીના નુકશાન 
આ પ્રકારની થેરેપીથી શરીરમાં ફેરફાર તો આવી જાય છે પણ આ માટે અનેક સાઈડ ઈફેક્ટ્સનો પણ સામનો કરવો પડી શકે છે. અનેક રિસર્ચમાં એ જાણ થઈ છે કે આ થેરેપીથી પ્રજન ક્ષમતા અને યૌન ક્રિયા પર અસર પડે છે.  અનેક વાર તેનાથી કેંસરનો ખતરો પણ વધી જાય છે.  આ પ્રકારના કેસમાં ડોમેટ્રિયલ, બ્રેસ્ટ અને ઓવેરિયન કેંસર થવાનો ખતરો વધી શકે છે.