બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 ઑગસ્ટ 2021 (09:34 IST)

યાત્રીગણ ધ્યાન દે!!! અમદાવાદ-દરભંગા ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનો ફેરાનું વિસ્તરણ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ  દરભંગા માટે ચલાવવામાં આવી રહેલી અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનો ફેરાને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવ્યા છે. આ ટ્રેનોનું વિવરણ નીચે મુજબ છે.
 
1.   ટ્રેનં નં. 05560 / 05559 અમદાવાદ-દરભંગા-અમદાવાદ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનં નં. 05560 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ જે અમદાવાદ થી પ્રત્યેક શુક્રવારે ચલાવવામાં આવી રહી છે. જેને 27 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી.
 
હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન નં. 05559 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ જે દરભંગાથી દર બુધવારે ચલાવવામાં આવી રહી છે જેને 25 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. ટ્રેન નંબર 05560 માટે બુકિંગ 30  ઓગસ્ટ 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.
 
યાત્રી સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્યના દરમ્યાન કોવિડ-19 થી સંબંધિત તમામ માપદંડો તથા એસઓપીનું પાલન કરવાનું અનુરોધ કરવામાં આવ્યો છે.