શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2019 (10:48 IST)

આતંકવાદ સાથે દેશના કરોડો લોકોને જોડવાનું કામ કૉંગ્રેસે કર્યું- મોદી

'નવભારત ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી એક સભાને સંબોધતા કૉંગ્રેસ પર 'હિંદુ આતંકવાદ'ને લઈને ટિપ્પણી કરી હતી. મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસે દેશના કરોડો લોકોનો સંબંધ આતંકવાદ સાથે જોડી દીધો હતો. હવે લોકો જાગી ગયા છે એટલા માટે તેઓ ભાગી રહ્યા છે.
 
આવું કહીને મોદીએ ઇશારો કર્યો હતો કે રાહુલ ગાંધી અમેઠીની સાથે કેરળની વાયનાડ બેઠક પરથી શા માટે પણ ચૂંટણી લડી રહ્યા છે. મોદીએ એવું પણ કહ્યું કે જ્યાં હિંદુ આબાદી વધુ છે ત્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી નથી લડી રહ્યા અને જ્યાં હિંદુ આબાદી ઓછી છે તે તરફ ભાગી રહ્યા છે.
 
મોદીએ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો કે દેશના કરોડો લોકો પર હિંદુ આતંકવાદનો દાગ કૉંગ્રેસે લગાડ્યો છે. મોદીએ કહ્યું કે 'હજારો વર્ષોના ઇતિહાસમાં હિંદુ આતંકવાદની કોઈ ઘટના બની છે? અંગ્રેજ અધિકારીઓએ પણ આવું નથી કર્યું. આપણી 5 હજાર વર્ષ જૂની સભ્યતા પર દાગ કોણે લગાડ્યો?'
 
મોદીએ આગળ ઉમેરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રના કૉંગ્રેસના નેતા સુશીલકુમાર શિંદેએ હિંદુ આતંકવાદ શબ્દને જન્મ આપ્યો હતો.