શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (11:00 IST)

અફગાનિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમમાં થશે આ મોટા ફેરફાર, આ લોકોને મળી શકે છે તક

અફગાનિસ્તાન વિરુદ્ધ રમનારરી સુપર-4ના અંતિમ મેચમાં ટીમ ઈંડિયા પ્લેઈંગ ઈલેવનમાં મોટો ઉલટફેર કરી શકે છે.  એવુ અનુમાન છે કે આ હરીફાઈમાં ઓપનર શિખર ધવનને આરામ આપીને રોહિત શર્મા સાથે કેએલ રાહુલ દ્વારા ઓપનિંગ કરાવવામાં આવે. 
 
જો આવુ થશે તો એશિયા કપ 2018માં કેએલ રાહુલ પોતાની પ્રથમ મેચ રમશે. ધવને 4 મેચોમાં 2 સદી સાથે 327 રન બનાવી લીધા છે. તો આ રીતે કેએલ રાહુલની એંટ્રી થઈ શકે છે. 
 
 ભારતીય ટીમમાંથી બોલરોમાં જસપ્રિત બુમરાહ કે ભુવનેશ્વર કુમારમાંથી કોઈ એક ફાસ્ટ બોલરને પણ આરામ આપવામાં આવી શકે છે. આ સ્થિતિમાં ભારત ખલીલ અહેમદ, લોકેશ રાહુલ અને મનિષ પાંડેને અજમાવે તેવી પૂરી શક્યતા છે. ખલીલ અહેમદે હોંગકોંગ સામેની પ્રારંભિક મેચમાં પ્રભાવશાળી દેખાવ કરતાં 10 ઓવરમાં 48 રનમાં ૩ વિકેટ ઝડપી હતી.
 
 જોકે ભારતનું મિડલ ઓર્ડર દબાણભરી પરિસ્થિતિમાં કેવો દેખાવ કરી શકે છે તે હજુ માપી શકાયું નથી. મિડલ ઓર્ડરમાં ખાસ કરીને ચોથા સ્થાન માટે સ્પર્ધા છે. જેમાં સ્થાન મેળવવા માટે હાલ મનિષ પાંડે, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક વચ્ચે સ્પર્ધા ચાલી છે.