રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (00:31 IST)

Asia Cup 2018: પાકિસ્તાનને 9 વિકેટથી કચડીને ભારત ફાઈનલમા

પાકિસ્તાને જીતવા આપેલા 238 રનના લક્ષ્યાંકને ભારતે 39.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી હાંસલ કરી ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે શાનદાર જીત હાંસલ કરી લીઘી છે. 238 રનના લક્ષ્યનો પીછો કરતા રોહિત શર્મા અને શિખર ધવને ધમાકેદાર બેટિંગ કરી હતી. જોકે શિખર ધવન 114 રન કરી આઉટ થઇ ગયો હતો. બાદમાં રોહિત શર્માએ પણ પોતાની સદી પૂર્ણ કરી હતી. ભારતે આ મેચ 9 વિકેટથી જીતી લીધી છે
પાકિસ્તાને 50ઓવરમાં 7 વિકેટના નુકસાને 237  બનાવ્યા છે. ભારતને જીતવા માટે 238 રનનું લક્ષ્ય છે. પાકિસ્તાન માટે શોએબ મલિકે સૌથી વધારે 78 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન સરફરાઝ અહમદે 44 રનની ઇનિંગ રમી. આ સિવાય આસિફ અલીએ 30 રન બનાવ્યા. ભારત માટે બુમરાહ, ચહલ અને કુલદીપે 2-2 વિકેટો લીધી.
 
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે સંગીન શરૂઆત કરી હતી. 8મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 24 રન પર પહોંચ્યો ત્યારે ઉમામ ઉલ હક 10 રન બનાવી ચહલની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. ફખર જમાન 31 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. બાબર આઝમ 9 રન બનાવી રન આઉટ થતાં ભારતને ત્રીજી સફળતા મળી હતી. ચોથી વિકેટ માટે સરફરાઝ અહેમદ અને શોએબ મલિક 107 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ 44 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો. જે બાદ શોએબ મલિક 78 રન બનાવી બુમરાહની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો. આસિફ અલી 20 બોલમાં 30 રન બનાવી છઠ્ઠી વિકેટના રૂપમાં ચહલની ઓવરમાં બોલ્ડ થયો હતો. ચહલની વન ડેમાં આ 50મી વિકેટ હતી.