ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (22:30 IST)

દુનિયાના સૌથી મોટા હીરાની થશે લીલામી, ગિનીજ બુકમાં નોંધાયુ છે નામ

બ્લેક ડાયમંડના નામથી જાણીતી દુનિયાનો સૌથી મોટો કપાયેલા હીરાની લીલામી જલ્દી જ કરવામાં આવશે. આ હીરાને તાજેતરમાં દુબઈમાં પબ્લિક સામે મુકવામાં આવ્યો હતો. આ જાણીતા હીરાની પ્રસિદ્ધિ એટલી છે કે એકવાર ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેને દુનિયામાં સૌથી મોટો કપાયેલો ડાયમંડના રૂપમાં સામેલ કર્યો હતો. આ ડાયમંડ એકવાર ફરી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે  આ હીરાનું નામ The Enigma છે અને તે 555.55 કેરેટનો કાળો હીરો છે. ફ્રાઈડે મેગેઝિનના એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર, આ હીરો તાજેતરમાં દુબઈમાં છે, ત્યાંથી તેને લોસ એન્જલસ લઈ જવામાં આવશે. આ પછી, આ હીરાની આ વર્ષે ફેબ્રુઆરીમાં લંડનમાં હરાજી કરવામાં આવશે. હરાજી કંપની Sothebyએ સોમવારે આ હીરાને દુબઈમાં મૂક્યો છે.
 
આ હીરાને છેલ્લા વીસ વર્ષથી જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યો નથી કે ન તો ક્યારેય તેને  વેચવામાં આવ્યો છે. તે ઘણા સમયથી સંગ્રહમાં રાખવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, હરાજી કંપનીના અધિકારી સોફી સ્ટીવન્સ અનુસાર, આ દુર્લભ કાળા હીરાની રચના ત્યારે થઈ જ્યારે  2.6 અબજ વર્ષ પહેલાં ઉલ્કા અથવા ક્ષદ્રગ્રહ પૃથ્વી સાથે ટકરાયો હતો.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હરાજીમાં આ હીરાની કિંમત 50 લાખ બ્રિટિશ પાઉન્ડ એટલે કે લગભગ 50.7 કરોડ રૂપિયા થઈ શકે છે. કંપની આ માટે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ લેવાનું પણ વિચારી રહી છે. આ અદ્ભુત હીરાને ખરીદવા માટે લગભગ 160 બિટકોઈન્સની જરૂર પડશે. આ ક્ષણે તેની કિંમત વિશે સંપૂર્ણપણે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે.
 
હાલમાં તેને દુબઈમાં રાખવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તે હરાજી માટે તૈયાર થઈ જશે. તમને જણાવી દઈએ કે આ એક બ્લેક ડાયમંડ છે, બ્લેક ડાયમંડને Carbonado  પણ કહેવામાં આવે છે. આવા હીરા માત્ર બ્રાઝિલ અને મધ્ય આફ્રિકામાં જ જોવા મળે છે. 2006 માં, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેને વિશ્વના સૌથી મોટા કપાયેલા હીરા તરીકે નામ આપ્યું હતું.