બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (10:14 IST)

શિક્ષક દિવસે જ શિક્ષકે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં કહ્યું- હું નોકરીથી ત્રસ્ત છું, અધિકારીઓના લખ્યા નામ

શિક્ષક દિન નિમિત્તે એક બાજુ જયા ઠેર ઠેર ઉજવણી થઈ રહી હતી, શિક્ષકોનુ સન્માન થઈ રહ્યુ હતુ એવા દિવસે એક શિક્ષકને આત્મહત્યા કરીને જીવન ટુંકાવવુ પડે તેનાથી વધુ કરુણ ઘટના શુ હોઈ શકે ?  શિક્ષક દિને જ ગીર સોમનાથ વિજે કહાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શાળામાં જ એક શિક્ષકએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની કરૂણ ધટના બની હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.  તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક શિક્ષકે શિક્ષણ અધિકારી અને એક આયાર્ચના ત્રાસથી જીવન ટુંકાવ્યાનું પગલું ભર્યું હોવાનો સનસનીખેજ વિગતો લખી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
 
શિક્ષકે પોતાની દિકરીને પણ સુસાઈડ નોટ વોટ્સએપ કરી હતી. મૃતકની દીકરીએ જણાવ્યું છે કે  મારા પપ્પાને માનસિક રીતે જેમણે હેરાન કર્યા છે તેમનું નામ છે જયેશ ગૌસ્વામી, જયેશ રાઠોડ, ગધેસરિયા સાહેબ અને ઝાલાવાડાભાઈએ માનસિક રીતે હેરાન કરીને આત્મહત્યા કરવા મજબૂર કર્યા છે. છેલ્લા એક મહિનાથી ડિપ્રેશનમાં અને એકલા એકલા રહેતા હતા. અમુક લોકોના ફોન આવતા તો તે ડરી જતા હતા. પૈસા અંગે ઘરે વાત કરી હતી. મને પૈસા જોઇએ છે. પિતાને ઓકેશનલી ડૂકિંગની ટેવ હતી અને એ લોકો આ ડ્રિકિંગની ફાઈલ ઉપર પહોંચાડશું અને નોકરીનું જોખમ થશે તેમ કહીને કર્મચારી મને હેરાન કરે છે. સૂસાઈડ નોટમાં આ લોકોએ માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભરે છે તેમ લખ્યું હતું.  સ્યુસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જ્યારે મળી આવેલ સ્યુસાઈડ નોટમાં શિક્ષકની કોઈ સહી ન હોવાથી ખરેખર સ્યુસાઈડ નોટ તેમણે જ લખી છે કે પછી કોઈ અન્યએ તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.