રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 એપ્રિલ 2020 (11:25 IST)

કોવિડ 19: દેશમાં ગુજરાત બીજા ક્રમે, કોરોનાના કુલ 3301 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમાંકે સૌથી વધુ કેસ સાથે પહોંચી ગયું છે સાથે અમદાવાદ પણ સમગ્ર દેશમાં બીજા સ્થાનનું એવું શહેર બન્યું છે. જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કેસોની વિગત આપી હતી.
 
ગુજરાતમાં કોરોનાના કુલ 230 કેસ નોંધાયા છે. જેને લઈને અત્યાર સુધીના કુલ કેસોનો આંકડો 3301 પર પહોંચ્યો છે. અમદાવાદમાં દરરોજની માફક આજે પણ સૌથી વધુ 178 કેસ નોંધાયા છે. સુરતમાં 30, આણંદમાં 8, બનાસકાંઠા-ખેડા-નવસારી-પાટણમાં એક એક કેસ, રાજકોટ-વડોદરામાં ચાર ચાર કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીના કુલ કેસોનો આંકડો 2181 પર પહોંચ્યો છે. હાલ 2658 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 27 લોકો વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 31 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 18 લોકોના મૃત્યુ થયા છે.
 
ડોક્ટર રવિએ ઉમેર્યું કે કોવિડ 19 ને લગતા ટેસ્ટિંગ માટે પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં એક જ લેબોરેટરી ઉપલબ્ધ હતી અને આજે સરકારી અને ખાનગી મળીને કુલ ૨૧ લેબોરેટરી કાર્યરત છે. એ જ રીતે પ્રથમ અઠવાડિયામાં 150 ટેસ્ટીંગની કેપેસિટી હતી. રાજ્ય સરકારને ટેસ્ટીંગની સુવિધા માટે વધુ  લેબોરેટરીની મંજૂરી ક્રમશઃ મળતા આ ટેસ્ટિંગ કેપેસિટી આજે આપણે પાંચમા અઠવાડિયામાં 3,770 સુધી પહોંચાડી શક્યા છીએ.
 
ડોક્ટર રવિએ ઉમેર્યુ કે સંક્રમણથી ભોગ બનેલા 36,730 નાગરિકોને  કવૉરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં 32,119 લોકો હોમ કવૉરન્ટાઈન, 3,565 સરકારી કવૉરન્ટાઈન અને 246 લોકો ખાનગી કવૉરન્ટાઈન હેઠળ છે. 
 
કયા જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ : 2181
સુરત : 526
વડોદરા : 234
આણંદ : 49
રાજકોટ : 45
ભાવનગર : 40
ભરૂચ : 29
બનાસકાંઠા : 28
ગાંધીનગર : 25
અરવલ્લી : 18
પંચમહાલ : 17
પાટણ : 17
છોટાઉદેપુર : 13
બોટાદ : 12
નર્મદા : 12
મહીસાગર : 10
મહેસાણા : 07
કચ્છ : 06
ખેડા : 06
વલસાડ : 05
દાહોદ : 04
ગીર સોમનાથ : 03
પોરબંદર : 03
સાબરકાંઠા : 03
નવસારી : 03
જામનગર : 01
મોરબી : 01
તાપી : 01
સુરેન્દ્રનગર : 01
ડાંગ : 01