સંબંધિત સમાચાર
- રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુદરતનું રૌદ્ર સ્વરૂપ: મિનિ ટોર્નેડો જેવી રચનાથી ભયનો માહોલ (Video)
- અમિત શાહના આદેશથી ગુજરાતમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ': અમદાવાદ-ગાંધીનગરમાંથી 170 થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા
- અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: દસ્તાવેજો વિના હેરાફેરી થતો રૂ. 4.25 કરોડનો કિંમતી જથ્થો ઝડપાયો
- ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને પંચમહાલમાં વાવાઝોડા સાથે વરસાદ
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની તાબડતોબ કાર્યવાહી, અનેક ગુનાઓનો પર્દાફાશ
શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ વાલીઓ પર મોંઘવારીનો માર, સ્કૂલ વાન અને ઓટો રિક્ષાના ભાડામાં મોટો વધારો
Increase in School Van Fare
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. સ્કૂલ શરૂ થવાની સાથે જ સ્કૂલ વાન અને ઓટો રિક્ષાના ભાડામાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેને કારણે વાલીઓની ચિંતામાં ભારે વધારો થયો છે. એકતરફ સ્કૂલ ફી, પુસ્તકો અને યુનિફોર્મનો ખર્ચ અને બીજી તરફ વાહન ભાડાનો આ નવો ડામ વાલીઓ માટે મુશ્કેલી સમાન બન્યો છે.
સીએનજી અને મેન્ટેનન્સના ભાવ વધતા ભાડું વધારાયું વાહન સંચાલકોના સંગઠન દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળ સીએનજી ગેસના ભાવમાં થઈ રહેલો સતત વધારો જવાબદાર છે. આ ઉપરાંત, વાહનોના મેન્ટેનન્સ (જાળવણી) અને અન્ય ઓપરેશનલ ખર્ચ પણ વધ્યા છે. વાહન ચાલકોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં સુધારો કરવો તેમના માટે અનિવાર્ય બની ગયો હતો.
ઓટો રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં કેટલો વધારો થયો? નવા સંશોધિત દરો મુજબ, સ્કૂલ ઓટો રિક્ષાના માસિક ભાડામાં પ્રતિ વિદ્યાર્થી રૂ. 100 અને સ્કૂલ વાનના ભાડામાં પ્રતિ વિદ્યાર્થી રૂ. 200નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો નવા સત્રના પ્રથમ દિવસથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે, જેથી હવે વાલીઓએ દર મહિને વધુ રકમ ચૂકવવી પડશે.
નવા ભાડા પત્રક મુજબ 1 કિલોમીટરનો અંદાજિત દર જો અંતરના હિસાબે જોઈએ તો, અગાઉ 1 કિલોમીટર સુધીના અંતર માટે ઓટો રિક્ષાનું માસિક ભાડું રૂ. 750 હતું, જે હવે વધીને રૂ. 850 થયું છે. જ્યારે સ્કૂલ વાનમાં આ જ અંતર માટે અગાઉ રૂ. 1200 ચૂકવવા પડતા હતા, જે હવે વધીને રૂ. 1400 થઈ ગયા છે. આ વધારાને લીધે મધ્યમવર્ગીય પરિવારોના ઘરેલુ બજેટ પર સીધી અસર પડી છે.
