સિંહ - પ્રેમ સંબંધ
સિંહ રાશીની વ્યક્તિને જીવનમાં પ્રેમનું ખાસ સ્થાન હોય છે. પ્રેમના બદલામાં પ્રેમ જોઇએ છે. જે તેમને હંમેશા નથી મળતો. તેમને વૈભવ પસંદ છે માટે તેના પર આળસુ હોવાનો આક્ષેપ થાય છે. સિંહ રાશીનો હૃદય સાથે વિશિષ્ટ સંબંધ છે. છતાં પણ સફળ પ્રેમી થતાં નથી. આ કારણે તેઓ એક ને છોડીને બીજા તરફ ભાગે છે. તેઓ સાચા ખોટાનો ભેદ જાણવા છતાં ખાટું કામ કરે છે. તેઓ હંમેશા પ્રેમી, સાથી અને પ્રશંસક ને શોધતા હોય છે. રોમેન્ટીક પ્રકૃતિના હોવાથી ભ્રમ અને વાસ્તવિક્તાને ઓળખી શકતા નથી. સિંહ રાશીની સ્ત્રી ને એકરસતા પસંદ નથી. તેઓ ખુદને શ્રેષ્ઠ સમજીને જીવન પસાર કરે છે. તેમને વશમાં કરવા તેમની ખુશામત કરવી જરૂરી છે. સિંહ રાશીના સ્ત્રી અને પુરૂષ બંને પ્રેમમાં વધારે અપેક્ષા રાખે છે. તેમને યોગ્ય જીવનસાથી મળતા જીવન સુખી થાય છે. તેમને પ્રેમક્રીડા પસંદ છે પરંતુ જલ્દી તેનાથી કંટાળી જાય છે. વિજાતીય સંબંધ સિંહ રાશીનો પુરૂષ રોમેન્ટીક હોય છે. તેઓ સ્ત્રીને પોતાની આગવી પ્રતિભાથી આકર્ષે છે. જો સ્ત્રી તેને મહત્વ ન આપે તો ઇર્ષાળુ થઇ જાય છે. તેઓ વધારે ભાવુક હોય છે. વધારે સાજ શણગાર કરનાર, જોરથી હસવાવાળી અને આકર્ષણનું કેન્દ્ર ન બની શકે તેવી સ્ત્રીઓ તેમને પસંદ નથી. યોગ્ય પહેરવેશ, ઉત્તમ ભોજન અને વિનમ્ર સ્વભાવ તરફ તેઓને લગાવ રહે છે.