સંબંધિત સમાચાર
- વરસાદી પાણીમાંથી જતા હોય તો સાવધાન, અમદાવાદમાં પતિ-પત્નીને પાણીમાં કરંટ લાગતા મોત
- ડોલ્ફિનનું પ્રિય સ્થળ બની ગયું છે ગુજરાત, 680 થી વધુ થઈ સંખ્યા, ઓખાથી નવલખી સુધી સૌથી વધુ ડોલ્ફિન
- શિક્ષણનો મહાઉત્સવ: CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીની વડનગરની શાળામાંથી કરાવ્યો પ્રવેશોત્સવનો પ્રારંભ
- પાટણમાં નકલી ચલણી નોટો છાપવાનું મોટું રેકેટ ઝડપાયું, ઝેરોક્ષની દુકાનની આડમાં ચાલતો હતો ગેરકાયદેસર ધંધો
- વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષમાં યુવા શક્તિ બની પરિવર્તનની ધરી: વિકસિત ભારત માટે યુવાનો તૈયાર
ચાલકનો કાબૂ છૂટતા હેરિયર કાર દુકાનમાં ઘૂસી: અજીત મિલ બ્રિજ પાસે અકસ્માતમાં યુવતીનું કરુણ મોત
અમદાવાદના અજીત મિલ બ્રિજથી ગરીબનગર ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર એક હેરિયર કારના ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવી જતાં તેમણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બ્રિજ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરેલી બેકાબૂ કારે એક ઓટોરિક્ષા, ત્રણ એક્ટિવા અને એક બાઈકને જોરદાર અડફેટે લીધા હતા અને ત્યારબાદ નજીકની એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ઘટનાસ્થળે ૫૦૦થી વધુ લોકોનું ટોળું ઉમટ્યું, ધારાસભ્ય દોડી આવ્યા
અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને જોતજોતામાં આસપાસના ૫૦૦થી વધુ રોષે ભરાયેલા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પરિસ્થિતિ તંગ બનતા અને મામલો ગંભીર જણાતા સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે અકસ્માતનો ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી હતી.
अहमदाबाद: भीषण सडक दुर्घटना, एक महिला की मौत।
— Dixit Soni (@DixitGujarat) June 23, 2026
बेकाबू कार ने 6-7 लोगों को चपेट में लिया, घायल अस्पताल में उपचाराधीन।
कार चालक द्वारा स्टीयरिंग से नियंत्रण खो देने के कारण भीषण दुर्घटना,
कार चालक को दौरा (फिट्स) पड़ने के कारण स्टीयरिंग से काबु खो दिया था#VIRALCCTV… pic.twitter.com/k9lIN7VOGA
બે SP અને PI સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત
વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. બે SP અને ટ્રાફિક પીઆઈ એચ. વી. ધંધુકિયા સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ એકત્ર થયેલી ભીડને નિયંત્રિત કરી આખા વિસ્તારને સુરક્ષિત કર્યો હતો અને અકસ્માતના કારણે ખોરવાયેલી ટ્રાફિક વ્યવસ્થાને પુનઃ કાર્યરત કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ અને આગામી સુરક્ષા પગલાં
ટ્રાફિક પીઆઈના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે કાર ચાલક પોતાની પત્ની અને દીકરા સાથે મુસાફરી કરી રહ્યા હતા અને બીમારીના કારણે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગરીબનગર ચાર રસ્તા વિસ્તારમાં હાલ ટ્રાફિક સુધારણાની કામગીરી ચાલી રહી છે અને ભવિષ્યમાં આવા અકસ્માતો રોકવા માટે ત્યાં સ્પીડ બ્રેકર સહિતના સુરક્ષા પગલાં લેવાનું આયોજન છે.
