સિંહ - મિત્રતા
મેષ, કર્ક, મિથુન, વૃશ્ચિક, ધન, મીન તથા કન્યા રાશી વચ્ચે મિત્રતા તથા ભાગીદારી સારી રહે છે. વૃષભ, તુલા, મકર, અને કુંભ સાથે નુકશાન થાય છે. કુંભ તથા વૃષભનો સાથ સારો રહેતો નથી. સિંહ રાશીને લોકો વધારે સ્નેહ કરે છે માટે તેના મિત્રો પણ વધારે હોય છે. મેષ તેના માર્ગદર્શક રહે છે. કુંભ સાથે વિવાહ યોગ્ય છે. વૃષભ સત્ય અને સ્વપ્નનું અંતર સમજાવે છે. સિંહ તેને પ્રકાશમાં લાવે છે. વૃશ્ચિક તેના જીવન પર પ્રભાવ પાડે છે. તેઓ કર્ક અને કન્યાના પ્રશંસક રહે છે. તેમણે મનોરંજન માટે મિથુન, રહસ્ય માટે કર્ક, સદ્દવ્યવહાર માટે તુલા, બૌદ્ધિક અને શારીરિક આકર્ષણ માટે મેષ ની સલાહ લેવી જોઇએ.