શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (09:59 IST)

ભીલડી અને ચંડીસરની વચ્ચે ડબલિંગના કારણે અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો રદ કરીને ડાયવર્ટ કરાશે

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળના  સામાખ્યાલી અને પાલનપુર સ્ટેશન પર ભીલડી- લોરવાડા -ડીસા-ચંડીસર સ્ટેશનોની વચ્ચે ડબલિંગ (commissioningofdoublines) થવાને કારણે, અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો સંપૂર્ણપણે રદ, શોર્ટ ટર્મિનેટ અને ડાયવર્ટ ટર્મિનેટ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :-
 
પૂર્ણરૂપથી રદ્દ થયેલી ટ્રેનો:
1. તારીખ 27 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 02483 જોધપુર-ગાંધીધામ સ્પેશ્યિલ
2. તારીખ 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 02484 ગાંધીધામ -જોધપુર સ્પેશ્યિલ
3. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04804 સાબરમતી- ભગતની કોઠી સ્પેશ્યિલ
4. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04803 ભગત ની કોઠી-સાબરમતી સ્પેશ્યિલ  
5. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04819 ભગતની કોઠી-સાબરમતી સ્પેશ્યિલ
6. તારીખ 28અને 29 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04820 સાબરમતી-ભગતની કોઠી સ્પેશ્યિલ 
7. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04893 જોધપુર-પાલનપુર  સ્પેશ્યિલ 
8. તારીખ 28 અને 29 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04894 પાલનપુર-જોધપુર  સ્પેશ્યિલ 
9. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04841/04842 જોધપુર-ભીલડી-જોધપુર  સ્પેશ્યિલ
 
શોર્ટ ટર્મિનેટ ટ્રેનો:
1. તારીખ 24 થી 26 સપ્ટેમ્બર 2021 સુધી ટ્રેન સંખ્યા 04893 જોધપુર-પાલનપુર સ્પેશ્યિલ ભીલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે તેમ જ ભીલડી અને પાલનપુર ની વચ્ચે રદ્દ થશે. 
2. તારીખ 25 થી 27  સપ્ટેમ્બર 2021 સુધી ટ્રેન સંખ્યા 04894 પાલનપુર-જોધપુર સ્પેશ્યિલ ભીલડી સ્ટેશનથી ચાલશે (ઓરિજનેટ થશે ) તથા પાલનપુર અને ભીલડીની વચ્ચે રદ્દ રહેશે.
 
ડાયવર્ટ ટ્રેનો:
1. તારીખ 27 સપ્ટેમ્બર 2021 એ ટ્રેન સંખ્યા 04820 સાબરમતી-ભગતની કોઠી સ્પેશ્યિલ વાયા મહેસાણા -પાલનપુર-આબુરોડ-મારવાડ જંકશન થઈને ચલાવવામાં આવશે.
2. તારીખ 26  અને 27 સપ્ટેમ્બર 2021 એ  ટ્રેન સંખ્યા 04321 બરેલી-ભુજ સ્પેશ્યલ વાયા પાલનપુર- મહેસાણા -વિરમગામ-ધ્રાંગધ્રા - સામાખ્યાલી થઈને ચાલશે.
3. તારીખ 25  થી 27 સપ્ટેમ્બર 2021 સુધી ટ્રેન સંખ્યા 04322 ભુજ-બરેલી સ્પેશ્યિલ વાયા સામાખ્યાલી -ધ્રાંગધ્રા -વિરમગામ- મહેસાણા -પાલનપુર થઈને ચાલશે
4. તારીખ 24 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04321 બરેલી-ભુજ સ્પેશ્યિલ ડીસા સ્ટેશન પર રોકાશે નહીં .