મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ વાહન માટે સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર(SBBJ) સાથે ગઠબંધન કર્યું છે. SSBAએ મહિન્દ્રાનાં વાહનો જેવા કે યુટીલીટી, પીકઅપ અને કારો માટે લોન આપે છે.
રિલાયંસ ઈંડસ્ટ્રીઝે કૃષ્ણા ગોદાવરી-કીજી ડી 6-બ્લોકથી કાચા તેલનુ ઉત્પાદન બીજીવાર શરૂ કર્યુ છે. કંપનીએ નવા કૂવાઓને જોડવા માટે એક મહિનાથી વધુના સમય સુધી બ્લાકથી તેલ ઉત્પાદન બંધ રાખ્યુ હતુ.
નાદારીથી બચવા માટે સંઘર્ષ કરી રહેલ જનરલ મોટર્સ અમેરિકામાં 23 હજાર નોકરીઓની કપાત કરશે. આ કાર નિર્માતા કંપની ડીલરશિપની સંખ્યામાં લગભગ 3000 સુધીની કમી કરશે અને આ 2010 સુધી પોનટિયાક બ્રાંડને બજારમાંથી હટાવી લેશે.
મંદીના સમયમા જ્યારે મુખ્ય કર્મચારીના વેતનને લઈને સવાલ ઉઠવા માંડ્યા તો ફોર્બ્સે એવા ઓવરપેડ કંપની પ્રમુખોની યાદી રજૂ કરી છે, જેમને જરૂર કરતા વધુ વેતન પેકેજ આપવામાં આવી રહ્યુ છે.
આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજંસી મૂડીએ ભારતને ઝડપથી ખરાબ થઈ રહેલી રાજકોષીય સ્થિતિ પર ચિંતા પ્રગટ કરતા કહ્યુ છે કે આવી પરિસ્થિતિમાં ઋણ માટે દેશના ક્રેડિટ સ્તરને વધુ આંચકો લાગી શકે છે.
ઈંટરનેટ ક્ષેત્રની અગ્રણી કંપની યાહૂ ભલે આંતરરાષ્ટ્રીય સ્તર પર રોકાણ ઘટાડવા માટે લગભગ 675 કર્મચારીઓની છંટણી કરી રહ્યુ છે, પરંતુ ભારતને લઈને કંપની ખૂબ જ ઉત્સાહિત છે અને એ દેશમાં લગભગ 150 લોકોની નિમણૂંક કરી રહી છે.
મુંબઈ. દેશની સૌથી મોટી ખાનગી બેંક 'આઈસીઆઈસીઆઈ' બેંકનો શુદ્ધ નફો 31 માર્ચ 2009માં છેલ્લી ત્રિમાસિકમાં 35.30 ટકા ઘટીને 744 કરોડ રૂપિયા રહી ગયો.
બેંકના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લી ત્રિમાસિકમાં તેની કુલ આવક 9,203 કરોડ રૂપિયા રહી. આ ...
લંડન. અપ્રવાસી ભારતીય ઉદ્યમી લક્ષ્મી મિત્તલને હાલની વૈશ્વિક મંદીને લીધે એક જ વર્ષમાં 23.5 અબર પાઉંડનું નુકશાન થયું છે.
સંડે ટાઈમ્સ રિચ લિસ્ટના અહેવાલથી ડેલી ટેલિગ્રાફે કહ્યું છે કે મિત્તલની સંપત્તિ એક જ વર્ષમાં 33 અરબ પાઉંડથી ઘટીને 9.5 અરબ પાઉંડ ...
નવી દિલ્હી. કેન્દ્ર સરકારે હરિયાણામાં ચાલુ નાણાંકીય સત્રના પહેલા મહિનામાં પાછલાં વર્ષના સ્તર કરતાં 57.33 લાખ ટન વધારે ઘઉં ખરીદ્યા છે જે ગત વર્ષ કરતાં 9.46 ટકા વધારે છે.
આનો વધારે પડતો શ્રેય કિંમતોમાં અંતર હોવાને લીધે પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશથી ...